4 રાજ્યોમાં રાજ્યસભાની 6 બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો મતદાનની તારીખ
Rajya Sabha By-Elections: ચૂંટણી પંચે મંગળવારે ચાર રાજ્યોમાં રાજ્યસભાની ખાલી છ બેઠકો માટે 20 ડિસેમ્બરે પેટાચૂંટણી કરાવવાની જાહેરાત કરાઈ છે. આંધ્રપ્રદેશમાં ત્રણ ખાલી જગ્યાઓ ત્યારે થઈ જ્યારે YSR કોંગ્રેસ પાર્ટીના સભ્ય વેંકટરમણ રાવ મોપીદેવી, બીડા મસ્તાન રાવ યાદવ અને રયાગા કૃષ્ણૈયાએ ઓગસ્ટમાં ઉચ્ચ સદનમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજ્યસભા સભ્ય તરીકે યાદવ અને કૃષ્ણૈયાનો કાર્યકાળ 21 જૂન, 2028એ સમાપ્ત થવાનો હતો, જ્યારે મોપીદેવી 21 જૂન, 2026એ સેવાનિવૃત્ત થવાના હતા.
ઓડિસામાં સુજીત કુમારે પોતાની બેઠક છોડી દેતા જગ્યા ખાલી પડી છે. ત્યારબાદ તેને બીજૂ જનતા દળ દ્વારા સસ્પેન્ડ કરાયા હતા. તેમનો કાર્યકાળ 2 એપ્રિલ, 2026ના રોજ સમાપ્ત થવાનો હતો. તૃણમૂલ કોંગ્રેસની જવાહર સરકારે કોલકાતામાં એક મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ એપ્રિલમાં રાજીનામું આપી દીધું હતું. તેઓ એપ્રિલ 2026માં સેવાનિવૃત્ત થવાના હતા.
ભાજપના કૃષ્ણલાલ પંવાર હાલમાં જ વિધાનસભા ચૂંટણીમાં જીત્યા, જેને લઈને હરિયાણામાં રાજ્યસભાની પોતાની બેઠક છોડી દીધી હતી. હાલમાં વિધાનસભા ચૂંટણી બાદ આંધ્રપ્રદેશમાં તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી) અને ઓડિસામાં ભાજપનો રાજ્યસભા પેટાચૂંટણીમાં દબદબો રહેશે.
આ પણ વાંચો : કોંગ્રેસની મોટી જાહેરાત: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા માટે દેશભરમાં ચલાવાશે અભિયાન