ગુજરાતની ચાર બેઠક સહિત દેશની 56 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે, 27 ફેબ્રુઆરીએ વોટિંગ

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
ગુજરાતની ચાર બેઠક સહિત દેશની 56 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે, 27 ફેબ્રુઆરીએ વોટિંગ 1 - image

Rajya Sabha Elections Date : ચૂંટણી પંચે ગુજરાતની 4 બેઠકો સહિત દેશની 56 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી તારીખોનું એલાન કરી દીધું છે. 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું કે, 56 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થશે. જેના પર 27 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. જ્યારે 27 ફેબ્રુઆરીએ જ પરિણામ જાહેર થશે. મહત્વનું છે કે, ગુજરાતના રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા, અમીબેન યાજ્ઞિક, નારાયણ રાઠવા અને પરષોત્તમ રૂપાલાની ટર્મ પૂર્ણ થશે.

ગુજરાતની ચાર બેઠક સહિત દેશની 56 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે, 27 ફેબ્રુઆરીએ વોટિંગ 2 - image

56 બેઠકોમાંથી સૌથી વધુ 10 ઉત્તરપ્રદેશની છે. આ સિવાય મહારાષ્ટ્ર-બિહારની 6-6 બેઠકો છે. જ્યારે મધ્યપ્રદેશ-પશ્ચિમ બંગાળની 5-5 બેઠકો છે. કર્ણાટક-ગુજરાતની 4-4 રાજ્યસભા બેઠકો પર પણ 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે. આ સિવાય તેલંગાણા-રાજસ્થાન અને ઓડિસાની 3-3 બેઠકો પર મતદાન થશે.  જ્યારે છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા અને હિમાચલની 1-1 બેઠકો પર મતદાન થશે.

ગુજરાતની ચાર બેઠક સહિત દેશની 56 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે, 27 ફેબ્રુઆરીએ વોટિંગ 3 - image

27 ફેબ્રુઆરીએ જ આવશે પરિણામ

રાજ્યસભાની 56 બેઠકો પર 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને આ દિવસે જ પરિણામ આવશે. ચૂંટણી માટે આયોગ 8 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર કરશે. નામાંકનની તારીખ 15 ફેબ્રુઆરી છે. નામાંકન પત્રોની તપાસની તારીખ 16 ફેબ્રુઆરી છે. ઉમેદવાર 20 ફેબ્રુઆરી સુધી નામ પરત લઈ શકશે.


Google NewsGoogle News