રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસે ત્રણ રાજ્યોના ઉમેદવારોના નામ જાહેર કર્યા, અજય માકનને આપી ટિકિટ

કોંગ્રેસે કર્ણાટક રાજ્યસભાની ચૂંટણીમાં અજય માકનને મેદાને ઉતાર્યા

પાર્ટીએ મધ્યપ્રદેશ અને તેલંગણાના ત્રણ નામની પણ જાહેરાત કરી

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસે ત્રણ રાજ્યોના ઉમેદવારોના નામ જાહેર કર્યા, અજય માકનને આપી ટિકિટ 1 - image


Rajya Sabha Election 2024 : દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો ખાલી થવાની હોવાથી કોંગ્રેસ, ભાજપ સહિતના પક્ષોએ ઉમેદવારોના નામની જાહેરાતો કરવાની ધડાધડ શરૂઆત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે આજે કર્ણાટક, મધ્યપ્રદેશ અને તેલંગાણામાંથી રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ કર્ણાટકમાંથી અજય માકન (Ajay Maken), ડૉ. સૈયદ નસીર હુસૈન (Dr.Syed Naseer Hussain), જી.સી.ચંદ્રશેખર (G.C.Chandrashekhar)ને રાજ્યસભાની ટિકિટ આપી છે. જ્યારે મધ્યપ્રદેશથી અશોક સિંહ (Ashok Singh)ને ઉમેદવાર બનાવ્યા છે. તેલંગાણાથી રેણુકા ચૌધરી (Renuka Chowdhury) અને એમ અનિલ કુમાર (Anil Kumar) યાદવને ટિકિટ અપાઈ છે.

ચૂંટણી પંચે રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી

નોંધનીય છે કે ચૂંટણી પંચે દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી. પંચના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર દાખલ કરાશે અને 20 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકે છે, જ્યારે 27 ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરાશે. રાજ્યસભાના 50 સભ્યોનો કાર્યકાળ બે એપ્રિલે જ્યારે 6 સભ્યોનો કાર્યકાળ ત્રણ એપ્રિલે સમાપ્ત થતો હોવાથી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. રાજ્યસભાની ચૂંટણી જે રાજ્યોમાં યોજાવાની છે તેમાં આંધ્રપ્રદેશ (Andhra Pradesh) બિહાર (Bihar), છત્તિસગઢ (Chhattisgarh), ગુજરાત (Gujarat), હરિયાણા (Haryana), હિમાચલપ્રદેશ (Himachal Pradesh), કર્ણાટક (Karnataka), મધ્યપ્રદેશ (Madhya Pradesh), મહારાષ્ટ્ર (Maharashtra), તેલંગણા (Telangana), ઉત્તરપ્રદેશ (Uttar Pradesh), ઉત્તરાખંડ (Uttarakhand), પશ્ચિમ બંગાળ (West Bengal), ઓડિશા (Odisha), રાજસ્થાન (Rajasthan)નો સમાવેશ થાય છે.

કયા રાજ્યોની કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી?

  • આંધ્રપ્રદેશ - 3
  • બિહાર - 6
  • છત્તિસગઢ - 1
  • ગુજરાત - 4
  • હરિયાણા - 1
  • હિમાચલપ્રદેશ - 1
  • કર્ણાટક - 4
  • મધ્યપ્રદેશ - 5
  • મહારાષ્ટ્ર - 6
  • તેલંગણા - 3
  • ઉત્તરપ્રદેશ - 10
  • ઉત્તરાખંડ - 1
  • પશ્ચિમ બંગાળ - 5
  • ઓડિશા - 3
  • રાજસ્થાન - 3

Google NewsGoogle News