કોંગ્રેસ સોનિયા ગાંધીને રાજસ્થાનથી મોકલી શકે છે રાજ્યસભા, ભાજપમાં પણ કેટલાક નામ ચર્ચામાં

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ સોનિયા ગાંધીને રાજસ્થાનથી મોકલી શકે છે રાજ્યસભા, ભાજપમાં પણ કેટલાક નામ ચર્ચામાં 1 - image


Rajasthan Rajya Sabha Election 2024 : રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થઈ છે. આ ત્રણેય નામો પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારબાદ હવે લોકસભાની ચૂંટણી છે. તેને ધ્યાનમાં રાખતા બંને પાર્ટીઓએ અહીં પર ચપળતાપૂર્વક નિર્ણય લેશે. કોંગ્રેસ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની જગ્યાએ હવે અન્ય નેતાઓના નામ પર ચર્ચા કરી રહી છે. સૂત્રોના અનુસાર, સોનિયા ગાંધીનું નામ લગભગ ફાઈનલ છે. કારણ કે સોનિયા ગાંધીનું સ્વાસ્થ્ય યોગ્ય નથી રહેતું.

તેવામાં હવે તેમના રાયબરેલીથી લોકસભા ચૂંટણી ચૂંટણી ન લડવાની પણ ચર્ચા છે. સોનિયા ગાંધીને રાજસ્થાનથી કોંગ્રેસ રાજ્યસભામાં મોકલી શકે છે. સ્થાનિક નેતાઓમાંથી કોઈને રાજ્યસભામાં ન મોકલવાની તૈયારી છે. પાર્ટી અહીંથી એકજુટતા બતાવવા માંગે છે. રાજસ્થાનની 10 રાજ્યસભા બેઠકોમાંથી કોંગ્રેસની પાસે હાલ છ સભ્યો છે. નીરજ ડાંગીને છોડીને તમામ સભ્યો બહારના છે. મનમોહન સિંહ, પ્રમોદ તિવારી, કેસી વેણુગોપાલ, રણદીપ સિંહ સુરજેવાલા, મુકુલ વાસનિક આ તમામ પંજાબ, યૂપી, કેરળ, હરિયાણા અને મહારાષ્ટ્રથી આવે છે. ત્યાં ભાજપમાં બે નામ પર મહોર લાગવાની છે. પરંતુ, તેના માટે પણ નામ રાજ્ય નહીં પરંતુ કેન્દ્ર નક્કી કરશે.

ભાજપ કોઈ ગુર્જર ચહેરાને મોકલી શકે છે રાજ્યસભા

અહીં ભાજપ જાતિગ સમીકરણને સાધવાની તૈયારી કરી રહ્યું છે. રાજ્યની ભાજપ સરકારમાં ક્ષત્રિય અને ગુર્જરને વધુ પ્રતિનિધિત્વ ન મળવાની પણ ચર્ચા છે. તેવામાં ભાજપ અહીંથી પૂર્વ નેતા પ્રતિપક્ષ રાજેન્દ્ર રાઠોડ અને એક કોઈ ગુર્જર ચહેરાને રાજ્યસભા મોકલી શકે છે.

સૂત્રોના અનુસાર, ગુર્જર નેતા વિજય બેંસલાને રાજ્યસભા મોકલીને પાર્ટી એક મોટો સંદેશ આપી શકે છે. વિજય બેંસલાને રાજ્યસભા મોકલવાથી યૂપી, મધ્યપ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણી દરમિયાન ગુર્જર વોટર્સ પર મોટી અસર પડશે.

રાજસ્થાનમાં ભાજપની સરકાર બની ગઈ છે. પરંતુ ગુર્જર હજુ પણ ખુશ નથી. તેમને તેમની જાતિનું પ્રતિનિધિત્વ મજબૂત જોઈએ. રાજસ્થાનમાં ભાજપના હાલ જેટલા રાજ્યસભા સભ્ય છે, તમામ રાજ્યના જ છે. ભૂપેન્દ્ર યાદવ, ગજેન્દ્ર ગેહલોત, ઘનશ્યામ તિવારી અને કિરોડી લાલ મીણા રાજસ્થાન સરકારમાં મંત્રી બની ગયા છે. તેવામાં ભાજપ અહીંથી કોઈ બહારના નહીં પરંતુ સ્થાનિક નેતાઓને જ રાજ્યસભામાં મોકલશે. જાતિગત સમીકરણમાં પૂર્વ નેતા પ્રતિપક્ષ રાજેન્દ્ર રાઠોડ અને વિજય બેંસલા યોગ્ય લાગી રહ્યા છે.


Google NewsGoogle News