Get The App

ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી, ત્રણ મહિલાનો પણ સમાવેશ

ભાજપે ઉત્તર પ્રદેશમાં આરપીએન સિંહ અને સુધાંશુ ત્રિવેદીને ઉમેદવાર બનાવાયા

બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તરાખંડ, પ.બંગાળના ઉમેદવારો પણ જાહેર

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી, ત્રણ મહિલાનો પણ સમાવેશ 1 - image


Rajya Sabha Election 2024 BJP Candidate Name: ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશથી આરપીએન સિંહ અને સુધાંશુ ત્રિવેદીને ઉમેદવાર બનાવાયા છે. આ ઉપરાંત બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. રાજ્યસભાની ચૂંટણીનું મતદાન 27મી ફેબ્રુઆરીએ યોજાશે અને તે જ દિવસે પરિણામ આવશે. જે 56 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, તેમાં સૌથી વધુ 10 બેઠકો ઉત્તરપ્રદેશની છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર-બિહારની 6-6 બેઠકો છે. જ્યારે મધ્યપ્રદેશ-પશ્ચિમ બંગાળની 5-5 બેઠકો છે. કર્ણાટક-ગુજરાતની 4-4 રાજ્યસભા બેઠકો પર પણ 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થશે. આ સિવાય તેલંગાણા-રાજસ્થાન અને ઓડિસાની 3-3 બેઠકો પર મતદાન થશે.  જ્યારે છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા અને હિમાચલની 1-1 બેઠકો પર મતદાન થશે.

ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી, ત્રણ મહિલાનો પણ સમાવેશ 2 - image

ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી, ત્રણ મહિલાનો પણ સમાવેશ 3 - image

ટીએમસીએ પણ ઉમેદવારો જાહેર કર્યા

અગાઉ તૃણમુલ કોંગ્રેસ (TMC)એ ચાર ઉમેદવારો નામની જાહેરાત કરી હતી. ટીએમસીએ પત્રકાર સાગરિકા ઘોષ, નદીમુલ હક, સુસ્મિતા દેવ અને મતુઆ સમાજના મમાત બાલા ઠાકુરને ઉમેદવા બનાવ્યા છે. સુષ્મિતા દેવ પહેલા પણ તૃણમૂલના સાંસદ રહી ચૂક્યા છે. 2021માં કોંગ્રેસમાંથી તૃણમૂલમાં જોડાયા બાદ પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. તેમનો કાર્યકાળ થોડા સમય પહેલા પુરો થયો હતો. નદીમુલ હક પાર્ટીના રાજ્યસભા સાંસદ પણ છે. મમતા ઠાકુરે 2019માં બનગાંવ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ ભાજપના શાંતનુ ઠાકુર દ્વારા પરાજય થયો હતો. સાગરિકા ઘોષ એક જાણીતા પત્રકાર અને લેખિકા છે.

ચૂંટણી પંચે રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી

નોંધનીય છે કે ચૂંટણી પંચે દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી. પંચના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર દાખલ કરાશે અને 20 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકે છે, જ્યારે 27 ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરાશે. રાજ્યસભાના 50 સભ્યોનો કાર્યકાળ બે એપ્રિલે જ્યારે 6 સભ્યોનો કાર્યકાળ ત્રણ એપ્રિલે સમાપ્ત થતો હોવાથી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. રાજ્યસભાની ચૂંટણી જે રાજ્યોમાં યોજાવાની છે તેમાં આંધ્રપ્રદેશ (Andhra Pradesh) બિહાર (Bihar), છત્તિસગઢ (Chhattisgarh), ગુજરાત (Gujarat), હરિયાણા (Haryana), હિમાચલપ્રદેશ (Himachal Pradesh), કર્ણાટક (Karnataka), મધ્યપ્રદેશ (Madhya Pradesh), મહારાષ્ટ્ર (Maharashtra), તેલંગણા (Telangana), ઉત્તરપ્રદેશ (Uttar Pradesh), ઉત્તરાખંડ (Uttarakhand), પશ્ચિમ બંગાળ (West Bengal), ઓડિશા (Odisha), રાજસ્થાન (Rajasthan)નો સમાવેશ થાય છે.

ગુજરાતની ચાર બેઠક સહિત દેશની 56 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે, 27 ફેબ્રુઆરીએ વોટિંગ

કયા રાજ્યોની કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી?

  • આંધ્રપ્રદેશ - 3
  • બિહાર - 6
  • છત્તિસગઢ - 1
  • ગુજરાત - 4
  • હરિયાણા - 1
  • હિમાચલપ્રદેશ - 1
  • કર્ણાટક - 4
  • મધ્યપ્રદેશ - 5
  • મહારાષ્ટ્ર - 6
  • તેલંગણા - 3
  • ઉત્તરપ્રદેશ - 10
  • ઉત્તરાખંડ - 1
  • પશ્ચિમ બંગાળ - 5
  • ઓડિશા - 3
  • રાજસ્થાન - 3

રાજ્યસભાની ચૂંટણીમાં કયા પક્ષને કેટલી બેઠકો મળશે? જાણો ગુજરાતની 4 સહિત 56 બેઠકોનું ગણિત


Google NewsGoogle News