'તમે લાંબા સમય સુધી બહાર થઇ શકો છો...' રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ પર કેમ ભડક્યાં સભાપતિ
Rajya Sabha Chairman : સંસદમાં હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આ સત્રના 11માં દિવસે રાજ્યસભામાં જ્યારે કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બોલવા માટે ઉભા થયા ત્યારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલા પર રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ ભડકી ઉઠ્યા હતા અને તેમને લાંબા સમય માટે ગૃહમાંથી બહાર કરવાની ચિમકી આપી હતી. આ દરમિયાન વિપક્ષે ગૃહમાં ભારે હોબાળો કરી વોકઆઉટ કર્યો હતો.
શું છે સમગ્ર ઘટના?
રાજ્યસભામાં જ્યારે કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બોલવા માટે ઉભા થયા ત્યારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સૂરજેવાલા એક પેપર બતાવવા લાગ્યા હતા. જે બાબતે સભાપતિ જગદીપ ધનખડ તેમના પર ભડકી ઉઠ્યા હતા. તેમણે કહ્યું કે, સુરજેવાલા, તમે આ પેપર કેમ બતાવી રહ્યા છો. તમે મને નેમ કરવા માટે મજબુર કરી રહ્યા છે. જો હવે તમે પેપર બતાવ્યું તો તમને લાંબા સમય સુધી ગૃહમાંથી બહાર કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે, કૃષિ મંત્રીએ તેમના ભાષણમાં સુરજેવાલાનો નામ લેવા બાબતે સુરજેવાલાએ ગૃહમાં એક પેપર રાખવાની મંજૂરી માગી હતી. જેના પર સભાપતિએ તેમને કહ્યું કે, હું તમારા પક્ષથી અપેક્ષા કરૂં છુ કે તે તમને રિફ્રેશર કોર્સ ઉપલબ્ધ કરાવે, તમે રૂલ બુક પઢો, તમે ખેડૂતોની વાત સાંભળવા માગતા નથી. જે બાદ શિવરાજ સિંહે ફરી બોલવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચોઃ આ રાજ્યમાં ભાજપને લાગશે જોરદાર ઝટકો! વર્ષના અંતે ચૂંટણી પહેલાં સર્વેના આંકડાએ ઊંઘ ઉડાડી
વિપક્ષનો વોકઆઉટ
શિવરાજ સિંહના ભાષણ દરમિયાન વિપક્ષના સભ્યોએ ગૃહમાં ભારે હોબાળો કરી વોકઆઉટ કર્યો હતો. વિપક્ષના વોકઆઉટ બાદ સભાપતિએ કહ્યું કે, જ્યારે ગૃહમાં એક તરફથી અવરોધ આવે છે ત્યારે બીજી તરફથી પણ અવરોધ ઉભા કરવામાં આવે છે. ખેડૂતો વિશે જ્યારે ચર્ચા થઇ રહી છે ત્યારે દરેક સભ્યનું મૂળભૂત કર્તવ્ય છે કે તે આ ચર્ચામાં ગંભીરતાથી ભાગ લે. સભાપતિએ વધુમાં કહ્યું કે, ખેડૂતો મુદ્દે ચર્ચા દરમિયાન જે સભ્યએ જેટલો સમય માગ્યો અમે તેને એટલો સમય આપ્યો.
"किसान वर्ग देश का सबसे महत्वपूर्ण वर्ग है. जब उस वर्ग के बारे में चर्चा हो रही है तो हर सदस्य का मौलिक कर्तव्य है कि वो चर्चा में गंभीरता से भाग ले. इसमें जो जो व्यवधान पैदा किया गया है वो नियमों के विपरीत है."#RajyaSabha में सभापति जगदीप धनखड़.@VPIndia pic.twitter.com/yRnjrGKoJq
— SansadTV (@sansad_tv) August 5, 2024
સભાપતિની ગૃહના સભ્યોને અપીલ
સભાપતિ જગધીપ ધનખડે વધુમાં કહ્યું કે, જે અવરોધ ઉત્પન્ન કરવામાં આવ્યું એ મુદ્રાની અવગણના છે. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. સુરજેવાલાએ ચર્ચાની શરૂઆત કરી હતી, ખેડૂતોના હિતને ભૂલીને તેમણે મંત્રીજીના ભાષણમાં જે આવરોધ ઉત્પન્ન કર્યો, એનું ખંડન કરૂં છું. ગૃહના સભ્યોને અપીલ કરૂં છું કે તેઓ ગૃહની ચર્ચાને સાર્થક બનાવે, ચર્ચાની ગુણવત્તામાં સતત ગિરાવટ આવી રહી છે. લોકો હવે આપણી તરફ આદરથી જોતા નથી.