Get The App

રાજ્યસભા ચૂંટણીમાં I.N.D.I.A.ને લાગશે મોટો ઝટકો, 10માંથી 9 બેઠકો પર NDAની જીત પાક્કી

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
રાજ્યસભા ચૂંટણીમાં I.N.D.I.A.ને લાગશે મોટો ઝટકો, 10માંથી 9 બેઠકો પર NDAની જીત પાક્કી 1 - image


Rajya Sabha By-Election 2024 : લોકસભા ચૂંટણીની પૂર્ણાહૂતિ બાદ હવે રાજ્યસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યસભા સચિવાલય દ્વારા ખાલી પડેલી 10 બેઠકો પર પેટા-ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સચિવાલયે નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું છે કે, ‘તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં સભ્યોની જીત બાદ ઉપલા ગૃહની 10 બેઠકો ખાલી પડી છે.’ રાજ્યસભાની પેટા ચૂંટણી બાદ સંસદમાં ભાજપ (BJP)ની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) વધુ મજબૂત થવાની, જ્યારે ઈન્ડિ ગઠબંધન (I.N.D.I.A. Alliance) અને કોંગ્રેસ (Congress)ની તાકાત ઘટવાની શક્યતા દેખાઈ રહી છે. 

પેટા-ચૂંટણીમાં NDAને આઠ અને કોંગ્રેસને બે બેઠકો મળવાની સંભાવના

સમીકરણો મુજબ પેટા-ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપ-એનડીએ ગઠબંધન પાસે જવાની છે, કારણ કે જે રાજ્યોમાં પેટા-ચૂંટણી યોજાવાની છે, ત્યાં ભાજપ-એનડીએની સરકાર છે. આ જ કારણે કોંગ્રેસને રાજ્યસભાની બે બેઠકો પર નુકસાન થવાનું છે. કોંગ્રેસના બે રાજ્યસભા સાંસદો કે.સી. વેણુગોપાલ અને દીપેન્દ્ર હુડ્ડાએ લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે. વેણુગોપાલ રાજસ્થાનમાં રાજ્યસભા સાંસદ છે, જ્યારે હુડ્ડા હરિયાણાના ઉપલા ગૃહના સભ્ય છે. બીજી તરફ હરિયાણા અને રાજસ્થાન ભાજપ પાસે બહુમતી હોવાથી આ બંને બેઠકો કોંગ્રેસમાં હાથમાં સરકી જવાની સંભાવના છે.

હરિયાણામાં મોટો ખેલ થવાની શક્યતા

હરિયાણામાં થોડા મહિનાઓ પહેલા જેજેપી એનડીએમાંથી નોખું પડ્યું હતું, તેથી હરિયાણા રાજ્યસભા ચૂંટણીમાં મોટો ખેલ થવાની શક્યતા છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે, કોંગ્રેસ હરિયાણાની ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે કે નહીં.

રાજ્યસભા પેટા-ચૂંટણીનું ગણિત

રાજ્યસભાની 10 ખાલી પડેલી બેઠકમાંથી સાત બેઠકો ભાજપની તો કોંગ્રેસની બે બેઠકો છે. જ્યારે રાષ્ટ્રીય જનતા દળ (RJD) પાસે એક બેઠક છે. બિહાર, મહારાષ્ટ્ર અને આસામમાં બે-બે બેઠકો ખાલી પડી છે, જ્યારે રાજસ્થાન, ત્રિપુરા, હરિયાણા અને મધ્યપ્રદેશમાં એક-એક બેઠક ખાલી છે. રાજ્યસભા પેટા-ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસની હરિયાણા અને રાજસ્થાનની બેઠકો મળવાની સંભાવના છે, કારણ કે આ બંને રાજ્યોમાં ભાજપની બહુમતી સરકાર છે. આ ઉપરાંત બિહાર, મધ્યપ્રદેશ, ત્રિપુરામાં ભાજપની અને આસામમાં એનડીએની સરકાર છે. બિહારની બે બેઠકોમાંથી એક બેઠક એનડીએ તો એક ઈન્ડિ ગઠબંધન જીતી શકે છે. તેમ છતાં ભાજપ પાસે 10માંથી નવ બેઠકો જીતવાની તક છે.


Google NewsGoogle News