Get The App

રાજનાથ સિંહે પછી ફોન જ ન કર્યો...: રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ, રક્ષામંત્રીએ પણ આપ્યો જવાબ

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
રાજનાથ સિંહે પછી ફોન જ ન કર્યો...: રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ, રક્ષામંત્રીએ પણ આપ્યો જવાબ 1 - image


Image: Facebook

Rajnath Singh targeted Rahul Gandhi: વિપક્ષ અને સત્તા પક્ષની વચ્ચે લોકસભા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદને લઈને ખેંચાણ જોવા મળી રહ્યું છે. સરકારનો દાવો છે કે સર્વસંમતિથી સ્પીકર ચૂંટણી કરવામાં આવી રહી છે. જોકે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજનાથ સિંહ પર આરોપ લગાવ્યા હતા કે ફરીથી અમારા નેતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે, જેની પર હવે રાજનાથ સિંહે પલટવાર કર્યો છે.

રાહુલ ગાંધીએ રાજનાથ પર આરોપ લગાવ્યો હતો કે તેમની વાત મલ્લિકાર્જુન ખડગે સાથે થઈ હતી. તેમણે ફોન કરીને કહ્યું હતું, પરંતુ તેમણે ફોન કર્યો નથી. અમારા નેતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

રાજનાથ સિંહે જવાબ આપ્યો

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરતાં કહ્યું, મલ્લિકાર્જુન ખડગે એક વરિષ્ઠ નેતા છે અને હું તેમનું સન્માન કરું છું. મારી કાલથી તેમની સાથે ત્રણ વખત વાતચીત થઈ ચૂકી છે.

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા હતાં

આ પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજનાથ પર આરોપ લગાવતા કહ્યું હતું, મલ્લિકાર્જુન ખડગેની પાસે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહનો ફોન આવ્યો. રાજનાથ સિંહજીએ ખડગેજીને પોતાના સ્પીકર માટે સમર્થન માગ્યું, વિપક્ષે સ્પષ્ટ કહ્યું છે કે અમે સ્પીકરને સમર્થન આપીશું પરંતુ વિપક્ષને ડેપ્યુટી સ્પીકર મળશે, રાજનાથ સિંહજીએ કાલે સાંજે કહ્યું હતું કે તેઓ ખડગેજી કોલ રિટર્ન કરશે. હજુ સુધી ખડગેજીની પાસે કોઈ જવાબ આવ્યો નથી. અમારા નેતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. નીતિ સ્પષ્ટ નથી. નરેન્દ્ર મોદીજી કોઈ રચનાત્મક સહયોગ ઈચ્છતાં નથી. પરંપરા છે કે ડેપ્યુટી સ્પીકર વિપક્ષના જ હોવા જોઈએ. વિપક્ષે કહ્યું છે કે જો પરંપરા રાખવામાં આવશે તો અમે પૂરું સમર્થન આપીશું. 

કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પણ આ વાત કહી 

આ મુદ્દે કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું, કાલે સાંજે રાજનાથ સિંહજીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ફોન કર્યો અને વિનંતી કરી કે તમે અમારા સ્પીકરને સમર્થન આપો. આ મુદ્દે ખડગેજીએ સમગ્ર વિપક્ષની તરફથી કહ્યું કે અમે સ્પીકરને સમર્થન આપીશું, પરંતુ ડેપ્યુટી સ્પીકર વિપક્ષના હોય. પરંતુ હજુ સુધી રાજનાથ સિંહજીએ ખડગેજીને કોઈ જવાબ આપ્યો નથી.

તેમણે વધુમાં લખ્યું, નરેન્દ્ર મોદી આમ તો વિપક્ષથી સહયોગની વાત કરે છે, પરંતુ હવે અમારા નેતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ દર્શાવે છેકે ભાજપની નીતિ સ્પષ્ટ નથી. આ પહેલા કોંગ્રેસ ભાજપ પર બંધારણ બદલવાને લઈને આરોપ લગાવી રહી છે.


Google NewsGoogle News