Get The App

‘તેઓ પણ અમારા ભાઈ છે...’ પાકિસ્તાન અને POKનો ઉલ્લેખ કરી જમ્મુમાં ગર્જ્યા રાજનાથ સિંહ

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
Rajnath Singh


Rajnath Singh Speech On Pakistan : જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા પહેલા ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે, ત્યારે આજે રવિવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એક ચૂંટણી રેલીમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનાને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે, 'ભારત પાકિસ્તાન સહિત તેના પાડોશી દેશો સાથે સારા સંબંધો જાળવી રાખવા માંગે છે, પરંતુ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે.'

તેઓ પણ અમારા ભાઈ છે

જ્યારે રાજકીય લાભ માટે ભારતને ધાર્મિક રૂપમાં વિભાજિત કરવાની પ્રથા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, 'જેને આજે POK કહેવામાં આવે છે, તેઓ પણ અમારા ભાઈ છે, અમે તેમને પણ આપણા પરિવારમાં સામેલ કરવા માંગીએ છીએ.'

આ પણ વાંચો : તિરૂપતિ પ્રસાદ વિવાદ: પૂર્વ CM જગન રેડ્ડીએ PM મોદીને પત્ર લખી કરી આ માંગ

અમે પાકિસ્તાન સાથે પણ સારા સંબંધો રાખવા માંગીએ છીએ

પાકિસ્તાન સહિત પાડોશીઓ સાથે ભારતના શાંતિપૂર્ણ સંબંધોને લઈને ચર્ચા કરતા રાજનાથ સિંહે કહ્યું  કે, 'અમારો સિદ્ધાંત છે કે, જો આપણે શાંતિથી જીવવું હોય તો પાડોશીઓ સાથે સારા સંબંધો રાખવા જોઈએ. પાડોશી દેશો સાથે આપણે સારા સંબંધો રાખવા ઈચ્છીએ છીએ, અમે પાકિસ્તાન સાથે પણ સારા સંબંધો રાખવી માંગીએ છીએ. પાકિસ્તાન આંતકવાદને પ્રોત્સાહન આપવાનું શરૂ રાખે અને તેમની સાથે આપણે સારા સંબંધ રાખવાના? બંને વસ્તુ થઈ ના શકે. '

આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ મુદ્દે કેમ અસમંજસમાં છે ભાજપ? મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા આ છે મોટો પડકાર

પાકિસ્તાન ખાતરી આપી કે, ભારતમાં આતંકવાદને ફેલાવવા નહીં દઈએ

તેમણે કહ્યું કે, 'ભારતી પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે પણ તૈયાર છે, પરંતુ આ પ્રકારની વાતચીત કરવા માટેની કેટલીક શરતો છે. તેઓએ ખાતરી આપવી જોઈએ કે અમે કોઈપણ સંજોગોમાં ભારતની ધરતી પર આતંકવાદને ફેલાવવા નહીં દઈએ. અમે તેમને ભેટવા તૈયાર છીએ. પાકિસ્તાન એવી સ્થિતિએ પહોંચ્યું છે કે, સાપ રાખવા અને તેનો વેપાર કરવો એ હંમેશા ખરાબ પરિણામ છે.'


Google NewsGoogle News