IAS-IPS-IRS ઓફિસરોથી ભરેલો છે રાજસ્થાનનો આ પરિવાર : એક જ કુટુંબમાંથી કુલ 14 ઓફિસર
- નુઆ ગામે દેશને કેપ્ટન અયૂબ ખાન જેવા દેશભક્તોને પણ સમર્પિત કર્યા છે જેમણે દુશ્મન દેશની ટેન્ક પણ છીનવી લીધી હતી
રાજસ્થાન, તા. 15 જૂન 2022, બુધવાર
રાજસાથાનના ઝુંઝુનુ જિલ્લાની ઓળખ લશ્કરી પ્રભુત્વ ધરવાતા જિલ્લા તરીકે થાય છે. અહિંયાના ધનુરી અને નુઆ ગામોને સૈનિકોની ખાણ કહેવામાં આવે છે. હવે આ નુઆ ગામના એક સૈનિકનું ઘર અધિકારીઓની ખાણ બની ગયું છે. આ પરિવારમાં IAS, IPS અને RAS અધિકારીઓની આખી ફોજ છે. આ ગામના એક જ પરિવારમાં 3-3 IAS, 1 IPS અને 5 IRS અધિકારીઓ છે. તેમજ એક RPS સમાન સેવામાં પણ ફરજ બજાવી રહ્યાં છે. આ સાથે જ નુઆ ગામે દેશને કેપ્ટન અયૂબ ખાન જેવા દેશભક્તોને પણ સમર્પિત કર્યા છે, જેમણે દુશ્મન દેશની ટેન્ક પણ છીનવી લીધી હતી.
નુઆ ગામના હયાત મોહમ્મદ ખાન પોતે લશ્કરમાં હતા. તેમણે પોતાના બાળકોને એટલા સક્ષમ બનાવ્યા છે કે આજે પુત્ર અને પૌત્રો, પૌત્રીઓ તેમનું નામ ઉજ્જવળ કરી રહ્યાં છે. હયાત ખાનના 5 પુત્રોમાંથી 3 IAS અને 1 IPS બન્યા છે. હયાત ખાનની પૌત્રી અને IAS અશફાક હુસૈનની પુત્રી ફરાહ ખાન પણ IRS છે. એક પ્રપોત્ર નિવૃત IG લિયાકત અલી ખાનનો પુત્ર શાહિન ખાન પણ RAS છે. હયાત ખાનનો એક ભાણિયો સલીમ ખાન પણ RAS છે. શાહિનની પત્ની મોનિકા જેલ વિભાગમાં DIG છે. સલીમ ખાનની પત્ની સના પણ RAS છે. લિયાકતની ભાણીના લગ્ન પણ RAS જાવેદ સાથે થયા છે.
પરિવારના આ સભ્યો છે ઓફિસર –
1 લિયાકત અલીઃ IPS, નિવૃત
તેઓ IPS બન્યા હતા. વર્ષ 2006માં IG પદથી નિવૃત થયા બાદ ગેહલોત સરકારમાં વક્ફ બોર્ડના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી હતી. 2020માં તેમનું અવસાન થયું હતું.
2 અશફાક હુસૈન, IAS
તેઓ 1983માં RAS બન્યા હતા. ત્યારબાદ 2015 પ્રમોશન મળતા IAS બન્યા હતા. તેઓ દૌસાના ક્લેક્ટર હતા અને શિક્ષણ વિભાગના સેક્રેટરી પદથી 2018માં નિવૃત થયા હતા.
3 ઝાકિર હુસૈન, IAS
તેઓ એકાઉન્ટ સર્વિસમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કામ કરતા હતા. અન્ય સેવાઓના સિલેક્ટેડ અધિકારીઓ તરીકે IASમાં પ્રમોશનનો લાભ મળ્યો હતો. તેમણે શ્રી ગંગાનગર અને હનુમાનગઢના ક્લેક્ટરનું પદ સંભાળ્યું હતું. વર્ષ 2022માં તેઓ નિવૃત થયા છે.
4 ફરાહ ખાન, IRS
તેઓ IAS અશફાક ખાનના પુત્રી છે. તેમણે 2015માં IRSની પરીક્ષા પાસ કરી અને ઈન્ડિયન રેવન્યુ સર્વિસમાં કાર્યરત છે. હાલમાં તેઓ જયપુરમાં કામ કરે છે. તેઓ આવકવેરા વિભાગમાં ડેપ્યુટી કમિશનર છે.
5 શાહિન ખાન, RAS
તેઓ નિવૃત IPS લિયાકત અલીના પુત્ર છે. તેઓ 1997માં RAS બન્યા હતા. હાલમાં સરકારી સચિવાલયમાં કાર્યરત છે.
6 સલીમ ખાન, RAS
તેઓ લિયાકત અલી ખાનની બહેન અખ્તર બાનોના પુત્ર છે. તેઓ 2011માં RAS બન્યા હતા. શિક્ષણ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી છે.
7 કમરુલ જમાલા ખાન, IAS (જમાઈ)
તેઓ જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે. IAS અશફાક હુસૈનની IRS પુત્રી ફરાહ ખાનના પતિ છે. કમરુલને રાજસ્થાનની કેડર મળી છે. તેઓ દૌસાના જિલ્લા ક્લેક્ટર છે.
8 સના સદ્દીકી (RAS સલીમની પત્ની)
તેઓ 2011માં RAS બન્યા હતા. પરિવારમાં ભાણિયા સલીમની પત્ની સના સિદ્દીકી હાલમાં જયપુર ખાતે કાર્યરત છે. તે રાજસ્થાન વક્ફ બોર્ડમાં મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કામ કરે છે.
9 મોનિકા
મોનિકા જેલ સેવાઓમાં DIG તરીકે કામ કરે છે અને જયપુરમાં પોસ્ટેડ છે. તે શાહિન ખાનના પત્ની છે.
10 જાવેદ,RAS
લિયાકત અલીની બહેનની પુત્રીના લગ્ન જાવેદ સાથે થયા છે. જાવેદ પણ RAS છે અને હાલમાં સચિવાલયમાં છે અને મંત્રી સાલેહ મોહમ્મદના અંગત સચિવ છે.