Get The App

રાજસ્થાન: નાગોર જિલ્લામાં એક મામાએ પોતાના ભાણેજના લગ્નમાં અધધ 1.31 કરોડનું મામેરૂ આપ્યુ

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
રાજસ્થાન: નાગોર જિલ્લામાં એક મામાએ પોતાના ભાણેજના લગ્નમાં અધધ 1.31 કરોડનું મામેરૂ આપ્યુ 1 - image


Image Source: Twitter

- હનુમાન રામ પોતાની સાથે 600 સબંધીઓ અને ગ્રામજનો સાથે ગાડીઓનો કાફલો લઈને પોતાના ભાણેજનું મામરૂ લઈને પહોંચ્યા હતા

નાગોર, તા. 29 નવેમ્બર 2023, બુધવાર

રાજસ્થાનના નાગોર જિલ્લાના એક ખેડૂત ભાઈએ પોતાની બહેનના પુત્રના લગ્નમાં દીલ ખોલીને મામેરૂ કર્યું છે. જેને જોઈને દરેક લોકો ચોંકી ગયા છે. રાજસ્થાનમાં મામેરૂ કરવાની પ્રથા અંગે ફરી એક વખત નાગોરના લગ્ન રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં ચર્ચા છે. સોમવારે ત્યાં એક ખેડૂતે ભાણેજના લગ્નમાં એક કરોડ 31 લાખ રૂપિયાનું મામેરૂ આપ્યુ હતું. 

આ મામેરામાં 21 લાખ રૂપિયા રોકડા, 28 તોલા સોનું, 75 લાખ રૂપિયાનો પ્લોટ, 15 લાખ રૂપિયાની કાર અને અન્ય વસ્તુઓ સામેલ હતી. આ મામેરૂ નાગોર જિલ્લાથી 55 કિલોમીટર દૂર ખિંવસર વિધાનસભા ક્ષેત્રના ધારણવાસ ગામમાં કરવામાં આવ્યું હતું. જોધપુરના ચતાલિયા ગામના ખેડૂત પુનારામ સિયાગને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર હનુમાન રામ સિયાગ છે. તેમની મોટી પુત્રી મંજુ દેવીના લગ્ન ધરણાવાસના રહેવાસી રામકરણ મુંડેલ સાથે થયા હતા. 

મામાએ ભર્યું ભાણેજનું મામેરૂ

મંજુ દેવીના પુત્ર જીતેન્દ્રના લગ્ન સોમવારે નાગડી ગામની પૂજા સાથે થયા હતા. બહેનના પુત્રના લગ્નમાં ભાઈ હનુમાન રામ સિયાગે ગોટેદાર ચૂંદડી ઓધાડીને લગભગ 1 કરોડ 31 લાખ રૂપિયાનું મામરૂ આપી પ્રથા નિભાવી હતી. હનુમાન રામ સિયાગ પોતાની બહેનના પુત્રના લગ્નમાં મામેરૂ ભરવા માટે ઘણા સમયથી તૈયારી કરી રહ્યા હતા. હનુમાન રામ પોતાની સાથે 600 સબંધીઓ અને ગ્રામજનો સાથે ગાડીઓનો કાફલો લઈને પોતાના ભાણેજનું મામરૂ લઈને પહોંચ્યા હતા.



Google NewsGoogle News