Get The App

VIDEO: ‘વિદ્યાની દેવી માતા સરસ્વતી નહીં, સાવિત્રીબાઈ ફુલે’: સ્કૂલ પ્રિન્સિપાલના નિવેદનથી હોબાળો

રાજસ્થાનના બારાં જિલ્લાની સરકારી શાળાની મહિલા આચાર્યએ માતા સરસ્વતીની અવગણના કરી

શાળાના શિક્ષકોનો પણ વિરોધ, છતાં આચાર્યએ મનમાની કરી, ગ્રામજનોએ સમજાવ્યો છતાં ન માન્યા

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
VIDEO: ‘વિદ્યાની દેવી માતા સરસ્વતી નહીં, સાવિત્રીબાઈ ફુલે’: સ્કૂલ પ્રિન્સિપાલના નિવેદનથી હોબાળો 1 - image


Rajasthan Government School Controversy : રાજસ્થાનના બારાં જિલ્લાની સરકારી શાળાની મહિલા આચાર્યએ માતા સરસ્વતી (Maa Saraswati)ની અવગણના કરવાની ઘટના બની છે. આચાર્યએ માતા સરસ્વતીની તસવીર લગાવવાનો ઈન્કાર કર્યા બાદ વિદ્યાની દેવી માતા સરસ્વતીના બદલે સાવિત્રીબાઈ ફુલે (Savitrivai Phule) હોવાનું નિવેદન કર્યા બાદ હોબાળો થયો છે. આ ઘટના બાદ ગ્રામજનો આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ગ્રામજનોએ મહિલા આચાર્યનો વિરોધ કર્યો

બારાં જિલ્લાના કિશનગંજ વિસ્તારના લકડાઈ ગામની રાજકીય ઉચ્ચ પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસ યોજાયો હતો, જેમાં સરસ્વતીની તસવીર ન લગાવાતા ગ્રામજનો અને શાળાના આચાર્ય વચ્ચે બોલાચાલી થઈ હતી. આ મામલે પહેલા શાળાના કેટલાક શિક્ષકોએ, ત્યારબાદ ગ્રામજનોએ પણ આચાર્યને સમજાવ્યા, છતાં તેમને મનમાની કરી કહ્યું કે, વિદ્યાની દેવી સરસ્વતી નહીં, સાવિત્રીબાઈ ફુલે છે, તેથી તેમની તસવીર લગાવાઈ છે. ભારે હોબાળા બાદ ગામના સરપંચ અને BJPના અધિકારીઓએ ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી.

શિક્ષણ મંત્રીને કરાઈ ફરિયાદ

આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી પીયૂષ શર્માએ કહ્યું કે, ‘અમને ઘટના અંગે ફરિયાદ મલી હતી, સોમવારે કમિટી દ્વારા તપાસ કરાવ્યા બાદ કાર્યવાહી કરાશે.’ શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું કે, ‘હું ઘટના અંગે કંઈ જાણતો નથી. હું આ મામલે યોગ્ય તપાસ કરાવીશ, તપાસ બાદ કાર્યવાહી કરીશું.’

સાવિત્રીબાઈ ફુલે કોણ હતા?

મહિલાઓને શિક્ષિત કરવા માટે સાવિત્રીબાઈ ફુલેએ ઘણો સંઘર્ષ કર્યો હતો. યુવતીઓને શિક્ષત બનાવવી તેમજ સમાજ સુધારામાં સાવિત્રીબાઈ ફુલેનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવે છે. તેમણે પતિ જ્યોતિરાવ ફુલે સાથે મળી યુવતીઓ માટે 18 સ્કુલો ખોલી હતી. તેમણે વર્ષ 1848માં મહારાષ્ટ્રના પુણેમાં દેશની પ્રથમ બાલિકા શાળાની સ્થાપના કરી હતી, જ્યારે 18મી સ્કુલ પણ પુણેમાં ખોલવામાં આવી હતી.


Google NewsGoogle News