Get The App

રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ડોટાસરા પર EDના દરોડા, ચૂંટણીના માહોલ વચ્ચે પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી

પેપર લીક કેસમાં સંડોવણીના આરોપો હેઠળ તેમના પર કાર્યવાહી કરવામાં આવી

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ડોટાસરા પર EDના દરોડા, ચૂંટણીના માહોલ વચ્ચે પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી 1 - image


ED Raid : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે એક મોટા અહેવાલ મળી રહ્યા છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પર ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર પેપર લીક કેસમાં સંડોવણીના આરોપો હેઠળ તેમના પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ EDએ અપક્ષ ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલાના ઘરે પણ દરોડા પાડ્યા છે.  હુડલાએ ગેહલોત સરકારને બચાવવામાં મદદ કરી હતી.  તાજેતરમાં કોંગ્રેસે તેમને મહુવાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેથીએ અટકળો લાગવામાં આવી રહી છે કે તે કોંગ્રેસમાં જોડાતાની સાથે જ EDના નિશાના પર આવી ગયા છે.

રાજ્યમાં 7 સ્થળો પર  EDની કાર્યવાહી

EDએ રાજસ્થાનના પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસ નેતા ગોવિંદ સિંહના જયપુર અને સીકરના ઘરે ED એ દરોડા પડ્યા છે. રાજ્યમાં 7 સ્થળો પર કાર્યવાહીની પણ માહિતી મળી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાજસ્થાનમાં પેપર લીક કેસમાં ભૂપેન્દ્ર સરનની મની લોન્ડરિંગના આરોપસર ધરપકડ કરી હતી. રાજસ્થાન પોલીસની FIRના આધારે EDએ ભૂપેન્દ્ર સરન અને અન્ય લોકો સામે પણ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. EDની તપાસમાં બહાર આવ્યું છે કે ભૂપેન્દ્ર સરને અન્ય આરોપીઓ સાથે મળીને શિક્ષક ગ્રેડ II સ્પર્ધાત્મક પરીક્ષા 2022નું જનરલ નોલેજ પેપર લીક કર્યું હતું.


Google NewsGoogle News