Get The App

મેવાડ રાજવંશના મહારાણા અરવિંદ સિંહનું નિધન, ઉદયપુરનો સિટી પેલેસ બે દિવસ માટે બંધ

Updated: Mar 16th, 2025


Google News
Google News
મેવાડ રાજવંશના મહારાણા અરવિંદ સિંહનું નિધન, ઉદયપુરનો સિટી પેલેસ બે દિવસ માટે બંધ 1 - image


Udaipur Maharaja Arvind Singh Mewar: મેવાડ રાજવંશના સંરક્ષક મહારાણા અરવિંદ સિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે સિટી પેલેસમાં નિધન થયું છે. 81 વર્ષીય અરવિંદ સિંહ મેવાડ લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધન પર સમગ્ર મેવાડમાં શોકની લાગણી છવાઈ છે.

ઉદયપુરના સિટી પેલેસમાં જન્મેલા મહારાણા અરવિંદ સિંહની નિવાસ સ્થાને જ સારવાર ચાલી રહી હતી. તેમનો વંશજ લક્ષ્યરાજ સિંહ મેવાડ અને પુત્રી ભાર્ગવી કુમારી મેવાડ અને પદ્મજા કુમારી પરમાર છે. સોમવારે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાની સૈન્ય પર BLAનો ફરી આત્મઘાતી હુમલો, 90 જવાનો ઠાર માર્યાનો દાવો

મેવાડ રાજવંશના મહારાણા અરવિંદ સિંહનું નિધન, ઉદયપુરનો સિટી પેલેસ બે દિવસ માટે બંધ 2 - image

સિટી પેલેસ પ્રવાસીઓ માટે બંધ

મહારાણા અરવિંદ સિંહના નિધનના લીધે ઉદયપુર સિટી પેલેસ પ્રવાસીઓ માટે બે દિવસ બંધ રહેશે. તેઓ મહારાણા પ્રતાપના વંશજ દ્વારા દત્તક લીધેલા મહારાણા ભગવંતસિંહ મેવાડ અને સુશીલા કુમારીના નાના પુત્ર હતાં. તેમના મોટા ભાઈ મહેન્દ્રસિંહ મેવાડનું નિધન ગતવર્ષે 10 નવેમ્બર, 2024ના રોજ થયુ હતું.


વસુંધરા રાજેએ દુઃખ વ્યક્ત કર્યું

વસુંઘરા રાજેએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મહારાજ અરવિંદસિંહજી મેવાડના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. ઉદયપુર ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. તેમના નિધન પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરતાં હું ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે, આ દિવંગતની આત્મનાને શાંતિ આપજો.  

મેવાડ રાજવંશના મહારાણા અરવિંદ સિંહનું નિધન, ઉદયપુરનો સિટી પેલેસ બે દિવસ માટે બંધ 3 - image

Tags :
Udaipur-Maharaja-Arvind-Singh-MewarLakshyaraj-SinghUdaipur

Google News
Google News