રાજસ્થાનમાં ફરી EDનું એક્શન, જળ જીવન મિશન કૌભાંડ મામલે IAS પર સકંજો, 25 ઠેકાણે દરોડા

આ કાર્યવાહીથી રાજસ્થાનના અનેક અધિકારીઓ અને રાજનેતાઓ વચ્ચે હડકંપ મચી ગયો

ગઈકાલે ઈડીના એક અધિકારી અને તેના સહયોગી લાંચ લેતા પકડાયા હતા

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
રાજસ્થાનમાં ફરી EDનું એક્શન, જળ જીવન મિશન કૌભાંડ મામલે IAS પર સકંજો, 25 ઠેકાણે દરોડા 1 - image

image  : Twitter



Rajasthan ED Raid News | રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના (Rajasthan Election 2023) માહોલ વચ્ચે EDની કાર્યવાહીએ ચર્ચા જગાવી છે. ગઈકાલે જ એક ઈડી ઓફિસર અને તેનો સહયોગી 15 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. ત્યારબાદ હવે જળ જીવન મિશન કૌભાંડ મામલે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી રાજસ્થાનના અનેક અધિકારીઓ અને રાજનેતાઓ વચ્ચે હડકંપ મચી ગયો છે. 

કયા કેસમાં કરી કાર્યવાહી? 

જળ જીવન મિશન કૌભાંડમાં મની લોન્ડરિંગ મામલે ઈડીએ રાજસ્થાનમાં એક આઈએએસ અધિકારીના પરિસર પર દરોડાની કાર્યવાહી કરી હતી. 

25 ઠેકાણે ઈડીના દરોડા 

ઈડીએ જળ જીવન મિશન યોજના સંબંધિત તમામ ફાઈલો ચકાસવાની શરૂઆત કરી દીધી છે અને તેની સાથે સંકળાયેલા અધિકારીઓ હવે ઈડીના રડાર પર છે. સમગ્ર રાજસ્થાનમાં આશરે 25 જેટલાં ઠેકાણે હાલમાં દરોડાની કાર્યવાહી કરવા ઇડીની ટીમ પહોંચી ગઈ છે. આ મામલે આઈએએસ અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.  ઇડીએ અગાઉ સપ્ટેમ્બરમાં પણ આવી જ કાર્યવાહી કરી હતી. 

રાજસ્થાનમાં ફરી EDનું એક્શન, જળ જીવન મિશન કૌભાંડ મામલે IAS પર સકંજો, 25 ઠેકાણે દરોડા 2 - image


Google NewsGoogle News