રાજસ્થાન કેબિનેટને લઈને મોટો ખુલાસો, 27 મંત્રી લેશે શપથ, સંભવિત નામોની યાદી આવી સામે
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દિલ્હી પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. રાજસ્થાનના મંત્રીમંડળને લઈને કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ ચર્ચા થશે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી સહિત બે નાયબ મુખ્યમંત્રી શપથ લઈ ચૂક્યા છે. વિધાનસભાની સંખ્યાને ધ્યાને રાખતા કુલ 30 મંત્રી રાજસ્થાનમાં બનાવવામાં આવી શકે છે. તેવામાં હવે 27 મંત્રી શપથ લઈ શકે છે. કેટલાક મંત્રી પદ સરકારમાં ખાલી પણ રખાશે. સૂત્રોના અનુસાર, રાજસ્થાનમાં જે ધારાસભ્ય મંત્રી બની શકે છે તેવા 26 નામની સંભવિત યાદી સામે આવી છે.
- ડૉ. કિરોડીલાલ મીણા
- બાબા બાલક નાથ
- સિદ્ધિ કુમારી
- દીપ્તિ કિરણ મહેશ્વરી
- પુષ્પેન્દ્ર સિંહ રાણાવત
- કૈલાશ વર્મા
- જોગેશ્વર ગર્ગ
- મહંત પ્રતાપપુરી
- અજય સિંહ કિલક
- ભૈરરામ સિઓલ
- સંજય શર્મા
- શ્રીચંદ કૃપાલાની
- ઝબરસિંહ ખરા
- પ્રતાપસિંહ સિંઘવી
- હીરાલાલ નગર
- ફૂલસિંહ મીણા
- શૈલેષ સિંહ
- જીતેન્દ્ર ગોથવાલ ખંડાર
- શત્રુઘ્ન ગૌતમ
- જવાહર સિંહ બેડમ
- મંજુ બાગમાર
- સુમિત ગોદરા
- તારાચંદ જૈન
- હેમંત મીણા
- હંસરાજ પટેલ
- જેઠાનંદ વ્યાસ
11 થી 15 કેબિનેટ મંત્રી બની શકે છે
કેન્દ્રીય નેતૃત્વ યુવા અને અનુભવી ધારાસભ્યોના નેતૃત્વ પર ભાર આપશે. તેવામાં કુલ 11 થી 15 કેબિનેટ મંત્રી બનાવી શકાય તેવી શક્યતા છે જ્યારે બાકી મંત્રીઓ રાજ્ય મંત્રી તરીકે સામેલ કરાઈ શકે છે. આ પહેલા 15 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, નાયબ મુખ્યમંત્રી દીયા શર્મા અને નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બેરવાએ શપથ લીધા હતા.
રાજસ્થાનમાં ભાજપને મળી હતી બહુમતી
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બહુમતી હાંસલ કરી હતી. ભાજપે 115 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 69 બેઠકો મળી હતી. આ સિવાય BSP 2 બેઠક જીતવામાં સફળ રહી, જ્યારે 13 બેઠકો અન્ય ખાતામાં ગઈ હતી.