Get The App

માઉન્ટ આબુમાં દારુ પર પ્રતિબંધ મૂકાશે, શહેરનું નામ બદલાશે? રાજસ્થાનના મંત્રીની CMને રજૂઆત

Updated: Mar 13th, 2025


Google News
Google News
માઉન્ટ આબુમાં દારુ પર પ્રતિબંધ મૂકાશે, શહેરનું નામ બદલાશે? રાજસ્થાનના મંત્રીની CMને રજૂઆત 1 - image


Mount Abu Liquor Ban Demand: ગુજરાતીઓનું મનપસંદ રાજસ્થાનના પ્રખ્યાત પર્યટન સ્થળ માઉન્ટ આબુ ચર્ચાનો વિષય બન્યું છે. મંગળવારે (11 માર્ચ) વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ગુજરાતની નજીક આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલવાની વિધાનસભામાં માંગ કરવામાં આવી છે. રાજસ્થાન વિધાનસભામાં મંત્રી ઓટારામ દેવાસીએ આ માંગ કરી છે. આ સાથે જ મંત્રીએ માંસ-દારૂના વેચાણ પર પણ રોક લગાવવાની અપીલ કરી છે. 

આબુનું નામ બદલવાની માંગ

રાજસ્થાન રાજ્ય સરકારના મંત્રી ઓતારામ દેવાસીએ વિધાનસભા ગૃહમાં માઉન્ટ આબુનું નામ બદલીને 'આબુ રાજ તીર્થ' કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત તેને પવિત્ર તીર્થસ્થાન ગણાવીને ત્યાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની પણ અપીલ કરી હતી. આ માંગણી બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચોઃ રોહિત શર્મા પછી હવે માધુરી દીક્ષિત પર આપત્તિજનક ટિપ્પણી: વધુ એક કોંગ્રેસ નેતાનો બફાટ

માઉન્ટ આબુનું ધાર્મિક મહત્ત્વ

રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતું માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે. આ દરમિયાન મંત્રી ઓતારામ દેવાસીએ વિધાનસભામાં નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, સિરોહી જિલ્લાનો આ પર્વત પ્રાચીન સમયથી સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર રહ્યો છે. પહેલા આ સ્થળ 'આબુ રાજ તીર્થ' તરીકે જાણીતું હતું. પરંતુ, પાછળથી તેનું નામ બદલીને માઉન્ટ આબુ રાખવામાં આવ્યું હતું. આબુ રાજ તીર્થ એક પવિત્ર સ્થળ છે જ્યાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. તેથી તેને ફરીથી તેના પ્રાચીન નામથી ઓળખવું જોઈએ.

માઉન્ટ આબુમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ

ગૃહ મંત્રી ઓતારામ દેવાસીએ માઉન્ટ આબુનું નામ બદલવાની સાથે ત્યાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી. તેમણે કહ્યું કે ગુરુ શિખર, દેલવારા જૈન મંદિર, અર્બુદા માતા મંદિર, ભગવાન દત્તાત્રેય મંદિર સહિત ઘણા ધાર્મિક સ્થળો અહીં આવેલા છે. આવી સ્થિતિમાં આ સ્થળને પવિત્ર તીર્થસ્થાન જાહેર કરવું જોઈએ.

આ પણ વાંચોઃ મહાકુંભમાં 30 કરોડ કમાયો કહીને ફસાયો, નાવિકને ઈન્કમ ટેક્સે 12.8 કરોડની ફટકારી નોટિસ

મંત્રીએ કહ્યું કે માઉન્ટ આબુમાં ખુલ્લેઆમ દારૂ અને માંસ વેચાય છે, જે ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. આવી પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ મૂકવો જોઈએ. માઉન્ટ આબુનું નામ બદલવા અને દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ પર હવે સરકારના પ્રતિભાવની રાહ જોવાઈ રહી છે.

Tags :
RajasthanMount-AbuLiquor-Ban

Google News
Google News