Photo : કોંગ્રેસમાં સન્નાટો, કાર્યાલયો ખાલીખમ... સવારે જોશમાં આવેલા કાર્યકરો વિલા મોઢે ઘરભેગા
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તેલંગણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના વલણમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ
સવારે કાર્યાલય પર ઉત્સાહમાં આવેલા કોંગ્રેસ કાર્યકરો ભાજપ તરફી વલણ જોતાં જ વિલા મોઢે પાછા ફર્યા
નવી દિલ્હી, તા.03 નવેમ્બર-2023, રવિવાર
Assembly Election 2023 Result : 4 રાજ્યોના ચૂંટણી પરિણામોના વલણો સામે આવી ગયા છે, જેમાં રાજસ્થાન (Rajasthan), મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને છત્તીસગઢ (Chhattisgarh)માં BJP સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી છે, તો એકમાત્ર તેલંગણા (Telangana)માં કોંગ્રેસ KCRને પછાડી આગળ વધી રહી છે. આજે સવારે ઉત્સાહ સાથે આવેલા કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓની કાર્યાલયો પર ભારે ભીડ ઉમટી હતી, જોકે હવે સન્નાટો જોવા મળી રહ્યો છે, ઢોલ-નગારા પેક થઈ ગયા છે અને કાર્યકર્તાઓ વિલા મોઢે ઘરભેગા થઈ ગયા છે.
ભાજપની વધતી બેઠકોનો ગ્રાફ જોઈ કોંગ્રેસ કાર્યાલયો પર સન્નાટો
કોંગ્રેસ કાર્યાલયોની હાલત એવી છે કે, હાલ કોઈપણ મોટો નેતા જોવા મળી રહ્યો નથી. કાર્યકર્તાઓ પણ ધીરે ધીરે ખસકી પોત-પોતાના ગંતવ્ય સ્થળે રવાના થઈ રહ્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્યારબાદ છત્તીસગઢમાં ભાજપની વધતી બેઠકોનો ગ્રાફ જોઈ કોંગ્રેસ કાર્યાલયો પર સન્નાટો જોવા મળી રહ્યો છે.