5 રાજ્યોના ચૂંટણી પરિણામોની લોકસભા ચૂંટણી પર કેવી રહેશે અસર ? જાણો શું છે રાજકીય વિશેષજ્ઞોનું માનવું

આ ચૂંટણીઓની આગામી વર્ષની લોકસભા ચૂંટણી પર કેવી અસર થશે, તેની અટકળો શરૂ

લોકસભા ચૂંટણી-2018માં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત 4 અન્ય પક્ષોએ પણ જીતી હતી બેઠકો

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
5 રાજ્યોના ચૂંટણી પરિણામોની લોકસભા ચૂંટણી પર કેવી રહેશે અસર ? જાણો શું છે રાજકીય વિશેષજ્ઞોનું માનવું 1 - image

નવી દિલ્હી, તા.03 નવેમ્બર-2023, રવિવાર

આજે રાજસ્થાન-મધ્યપ્રદેશ સહિત દેશના 4 રાજ્યોના ચૂંટણી પરિણામોના વલણો સામે આવી રહ્યા છે, તો આવતીકાલે મિઝોરમનું પરિણામ જાહેર કરાશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણામાં ફાઈનલ પરિણામાં બપોર સુધીમાં સામે આવી જશે. આ પરિણામો વચ્ચે આ ચૂંટણીઓની આગામી વર્ષની લોકસભા ચૂંટણી પર કેવી અસર થશે, તેની અટકળો શરૂ થઈ ગઈ છે. ગત ચૂંટણીના પરિણામો વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીઓ કરતા ઉલટ હતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારો બની, જોકે લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજસ્થાનની તમામ 25 બેઠકો જીતી કોંગ્રેસના સુપડા જ સાફ કરી દીધા, જ્યારે કોંગ્રેસે છત્તીસગઢની 11માંથી 2 અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 29માંથી માત્ર 1 જ બેઠક મેળવી શકી.

રાજકીય વિશેષજ્ઞોનું શું કહે છે ?

રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે કે, આ વખતનું દ્રશ્ય કેટલુંક બદલાયેલું જોવા મળી રહ્યું છે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની આગામી વર્ષની સામાન્ય ચૂંટણી પર અસર પડે કે ન પડે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, દેશની રાજકીય તસવીરો બદલતી જોવા મળી રહી છે. કોંગ્રેસની આગેવાની હેઠળની 28 પાર્ટીઓવાળી ઈન્ડિયા ગઢબંધન નવો આકાર લઈ ચુકી છે અને ચૂંટણી પરિણામો બાદ ગઠબંધન દમદાર પ્રદર્શન કરવા મેદાનમાં ઉતરશે. જ્યારે કેન્દ્રની ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર પણ 5 રાજ્યોના ચૂંટણી પરિણામોને ધ્યાને રાખી આગામી ચૂંટણીઓમાં પોતાની સ્થિતિ યથાવત્ રાખવાનો પ્રયાસ કરશે.

લોકસભા-2019માં 5 રાજ્યોની સ્થિતિ

  • રાજસ્થાનની કુલ બેઠકો 25, ભાજપ-24, આરએલપી-01
  • મધ્યપ્રદેશની કુલ બેઠકો 29, ભાજપ-28, કોંગ્રેસ-01
  • છત્તીસગઢની કુલ બેઠકો 11, ભાજપ-09, કોંગ્રેસ02
  • તેલંગણાની કુલ બેઠકો 17, બીઆરએસ-01, ભાજપ-04, કોંગ્રેસ-03, AIMIM-02
  • મિઝોરમની કુલ બેઠકો 01, મિઝો નેશનલ ફ્રન્સ-01

એનડીએ V/s ઈન્ડિયા ગઠબંધન

ભાજપ જીતશે તો...

  • વિધાનસભા ચૂંટણી ભાજપ જીતી તો બ્રાન્ડ મોદી વધુ મજબુત થશે
  • કેન્દ્રની જનકલ્યાકારી યોજનાઓ પર લાગશે મહોર
  • હારથી હતાશ થયેલી વિપક્ષમાં પડી શકે છે ફાટા
  • કર્ણાટક, હિમાચલમાં હાર બાદ નિરાશ કેડરોને મળશે ઉર્જા
  • ભાજપની તરફેણમાં લોકસભા ચૂંટણી હોવાનું વાતાવરણ ઉભી કરવામાં સરળતા રહેશે
  • ઉપરાંત સ્થાનિક ચહેરો જાહેર કર્યા વગર ચૂંટણી જીતવાની રણનીતિ પર આગળ વધી શકશે પક્ષ
  • લોકસભા ચૂંટણીમાં પ્રજા પર થશે ભાવનાત્મક વચનોનો વરસાદ

કોંગ્રેસ જીતશે તો...

  • હિન્દી બેલ્ટમાં ચૂંટણી જીતવાથી દેશના રાજકારણમાં કોંગ્રેસનું મહત્વ વધશે
  • કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું કદ પાર્ટીના બહાર પણ વધશે, રાહુલ પણ છવાશે
  • ભવિષ્યમાં ગઠબંધન પર રહેલી શંકા પણ દૂર થવા ઉપરાંત અન્ય પક્ષો પણ પાર્ટીમાં સામેલ થવા આતુર થશે
  • ‘PM મોદીનો વિકલ્પ કોણ?’નો પ્રશ્ન પર દૂર કરવાનો થઈ શકે છે પ્રયાસ
  • કોંગ્રેસ માટે સૌથી મોટો ફાયદો એ છે કે, ગઠબંધનની બેઠકો શેર કરવાની તાકાત વધશે
  • જો કોંગ્રેસની સરકાર બનશે તો અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ મજબુત થશે
  • વિધાનસભાની જેમ લોકસભા ચૂંટણીમાં પણ ગેરંટી કાર્યક્રમો શરૂ કરી શકે છે

Google NewsGoogle News