હવે 17 રાજ્યોમાં સરકાર... જુઓ દેશના રાજકીય મેપમાં કેવી રીતે ચઢી ગયો ભગવો રંગ

ભાજપનો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં દબદબો વધતા લોકસભાની ચૂંટણીમાં પણ થશે ફાયદો

2014થી 2023 સુધીમાં ભાજપના ગ્રાફમાં મોટો ઉછાળો, 2014માં તો માત્ર 5 રાજ્યોમાં જ ભાજપના CM હતા

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
હવે 17 રાજ્યોમાં સરકાર... જુઓ દેશના રાજકીય મેપમાં કેવી રીતે ચઢી ગયો ભગવો રંગ 1 - image

નવી દિલ્હી, તા.03 નવેમ્બર-2023, રવિવાર

દેશના 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોના વલણમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. ભાજપ રાજસ્થાન (Rajasthan), મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને છત્તીસગઢ (Chhattisgarh)માં પણ ધમાકેદાર વિજય મેળવી સરકાર બનાવવા જઈ રહી છે. હાલ અંતિમ પરિણામો જાહેર કરાયા નથી, જોકે ભગવા પાર્ટી ત્રણે રાજ્યોમાં સંપૂર્ણ બહુમતી સાથે આગળ નીકળી ગઈ છે. ભાજપે કોંગ્રેસ પાસેથી 2 રાજ્યો આંચકી લીધા છે, જેમાં રાજસ્થાન અને છત્તીસગઢનો સમાવેશ થાય છે, તો કોંગ્રેસે BRS શાસિત રાજ્ય તેલંગાણા (Telangana)માં અડિન્ગો જમાવ્યો છે, જેમાં દર વખતે ધમાકેદાર પ્રદર્શન કરતી KCRની પાર્ટી BRSની અધોગતિ જોવા મળી રહી છે. તાજેતરના ચૂંટણી પરીણામો બાદ દેશના રાજકીય નક્શો વધુ ભગવામય થઈ ગયો છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ભાજપનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. હિન્દી પટ્ટી ધરાવતા ત્રણ રાજ્યો ઘણા મહત્વના છે, કારણ કે આ રાજ્યોમાં લોકસભાની 65 બેઠકોનો સમાવેશ થાય છે.

2014માં માત્ર 5 રાજ્યોમાં ભાજપના CM હતા

જ્યારે 2014માં કેન્દ્રમાં ભાજપ સત્તાની સરકાર બની, ત્યારે 7 રાજ્યોમાં જ તેમની સરકાર હતી. 5 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગોવામાં ભાજપના મુખ્યમંત્રી હતા. આંધ્રપ્રદેશ અને પંજાબમાં ભાજપ સત્તાધારી ગઠબંધનનો ભાગ હતી. આજે સવાલ સુધી ભાજપ 15 રાજ્યોમાં સત્તાધારી પાર્ટી હતી અથવા સત્તાધારી ગઠબંધનમાં સામેલ હતી, જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, આસામ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ અને પુડુચેરીનો સમાવેશ થાય છે.

હવે 17 રાજ્યોમાં સરકાર... જુઓ દેશના રાજકીય મેપમાં કેવી રીતે ચઢી ગયો ભગવો રંગ 2 - image

2018માં દેશમાં ભાજપની 22 રાજ્યોમાં સરકાર હતી

2018માં પૂર્વોત્તર રાજ્યોની ચૂંટણી બાદ ભાજપની તાકાતમાં ધરખમ વધારો થયો. તે સમયે દેશના 22 રાજ્યોમાં ભાજપની સરકાર હતી. જોકે કેટલાક મહિનાઓ બાદ ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હારનો સામનો કરવો પડ્યો, તો 2023માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે એકમાત્ર દક્ષિણ રાજ્ય ગુમાવવાનો વારો આવ્યો અને કોંગ્રેસે બહુમતી સાથે સરકાર બનાવી. આજે 4 રાજ્યોની મતગણતરીના વલણોમાં ભાજપ એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત તરફ આગળ વધવા લાગી છે. જો પરિણામો વલણો મુજબ બદલાશે તો નોર્થ-સેન્ટ્રલ ઈન્ડિયા પર ફરી ભાજપનું રાજ જોવા મળશે.

કોંગ્રેસની હાલત AAP જેવી

આજના પરિણામોના વલણ બાદ જો દેશભરમાં કોંગ્રેસનું ચિત્ર બદલાઈ ગયું છે. ગઠબંધન સિવાયની કોંગ્રેસ સરકારની વાત કરીએ તો કોંગ્રસની હાલત આમ આદમી પાર્ટી જેવી થઈ ગઈ છે. હાલ માત્ર 2 રાજ્યો હિમાચલ અને કર્ણાટકમાં જ કોંગ્રેસની પોતાની સરકાર છે, જ્યારે 3 રાજ્યોમાં કોંગ્રેસની ગઠબંધન સરકાર છે, તો આમ આદમી પાર્ટી વાત કરીએ તો AAPની પણ 2 રાજ્યોમાં પોતાની સરકાર છે, જેમાં દિલ્હી અને પંજાબનો સમાવેશ થાય છે.

દેશના 5 રાજ્યોમાં સંપૂર્ણ ભાજપ, 9 રાજ્યોમાં ગઠબંધન, 3 રાજ્યોમાં ભગવો લહેરાવાની તૈયારી

  1. અરુણાચલ - ભાજપ-NPP
  2. આસામ - ભાજપ, AGP, UPPL, BPF
  3. મહારાષ્ટ્ર - ભાજપ, શિવસેના (શિંદે જૂથ)
  4. મધ્યપ્રદેશ - ભાજપ (વલણોમાં ભાજપ આગળ)
  5. છત્તીસગઢ - કોંગ્રેસ (વલણોમાં ભાજપ આગળ)
  6. રાજસ્થાન - કોંગ્રેસ (વલણોમાં ભાજપ આગળ)
  7. નાગાલેન્ડ - NDPP, NPF, ભાજપ
  8. હરિયાણા - ભાજપ, JJP, HLP
  9. પુડ્ડુચેરી - AINRC, ભાજપ
  10. સિક્કિમ - SKM, ભાજપ
  11. ત્રિપુરા - ભાજપ, IPFT
  12. ગોવા - ભાજપ, MGP
  13. ગુજરાત - ભાજપ
  14. મણિપુર - ભાજપ
  15. મેઘાલય - ભાજપ
  16. ઉત્તરપ્રદેશ - ભાજપ
  17. ઉત્તરાખંડ - ભાજપ

પરિણામોના વલણો બાદ કેટલા રાજ્યોમાં કોંગ્રેસની સરકાર?

  1. હિમાચલ પ્રદેશ - કોંગ્રેસ
  2. ઝારખંડ - JMM, કોંગ્રેસ
  3. બિહાર - JDU, RJD, કોંગ્રેસ
  4. તામિલનાડુ - DMK, કોંગ્રેસ
  5. કર્ણાટક - કોંગ્રેસ

2 રાજ્યમાં AAPની સરકાર

  1. આંધ્રપ્રદેશ - YSR કોંગ્રેસ પાર્ટી
  2. દિલ્હી - આમ આદમી પાર્ટી
  3. પંજાબ - આમ આદમી પાર્ટી
  4. કેરળ - CPIM
  5. મિઝોરમમાં - MNF
  6. ઓડિશા - બીજુ જનતા દળ
  7. તેલંગાણા - BRS (વલણોમાં કોંગ્રેસ આગળ)
  8. પશ્ચિમ બંગાળ - TMC

કેન્દ્રશાસિત પ્રદેશો : (1) આંદામાન-નિકોબાર ટાપુઓ, (2) ચંડીગઢ, (3) દાદરા અને નગરહવેલી, (4) દિલ્હી, (5) દમણ અને દીવ, (6) લક્ષદ્વીપ અને (7) પોંડિચેરીનો સમાવેશ થાય છે. દિલ્હી અને પોંડિચેરી કેન્દ્રશાસિત પ્રદેશ હોવા છતાં રાજ્ય તરીકેનો વિશેષ દરજ્જો ધરાવતા વિસ્તારો છે.


Google NewsGoogle News