Election Result : ગેહલોતથી લઈને KCR સુધી... જાણો 4 રાજ્યોના ટોપ-5 દિગ્ગજ નેતાઓની સ્થિતિ

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ

તેલંગણામાં KCR સત્તા સાથે બેઠક પણ ગુમાવે તેવી સ્થિતિ, કોંગ્રેસ બહુમતી તરફ

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
Election Result : ગેહલોતથી લઈને KCR સુધી... જાણો 4 રાજ્યોના ટોપ-5 દિગ્ગજ નેતાઓની સ્થિતિ 1 - image

અમદાવાદ, તા.03 નવેમ્બર-2023, રવિવાર

4 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામો આવી ગયા છે, જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને વલણમાં સ્પષ્ટ બહુમતી મળી છે, જ્યારે તેલંગણામાં BRSને પછાળી કોંગ્રેસ મોટી પાર્ટી તરીકે ઉભરી આવી સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી છે. ગત ચૂંટણી કરતા આ વખતની ચૂંટણીમાં ભાજપનું દમદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસની બેઠકોમાં ધરખમ ઘટાડો થયો છે, તો તેલંગણામાં કોંગ્રેસની બેઠકોમાં ધરખમ વધારો થયો છે.

રાજસ્થાન-મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ભાજપ, તેલંગાણામાં કોંગ્રેસ આગળ

વિધાનસભા ચૂંટણી પરિણાનો વલણો મુજબ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપ ઉમેદવાર શિવરાજ શિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan)ની બુધના બેઠક પરથી જીત થઈ છે, તો રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર અશોક ગેહલોત (Ashok Gehlot)નો સરદારપુર બેઠક પરથી જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસનના ઉમેદવાર ભુપેશ બધેલ (Bhupesh Baghel)નો પાટન બેઠક પરથી વિજય થયો છે, જોકે કોંગ્રેસના આ બંને દિગ્ગજ નેતાઓએ સરકાર ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે તેલંગણાના મુખ્યમંત્રી અને BRSના ઉમેદવાર કે.ચંદ્રશેખર રાવ (Kalvakuntla Chandrashekar Rao) ચૂંટણીમાં બે બેઠકો પરથી મેદાનમાં ઉતર્યા છે, જેમાં કામરેડ્ડી બેઠક પરથી KCRની હાર થઈ છે અને તેમને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી પદના દાવેદાર રેવત રેડ્ડી (Katipally Venkata Ramana Reddy) સામે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ગજવેલ બેઠક પર KCRની જીત થઈ છે.

Rajasthan Assembly Election 2023 : રાજસ્થાનમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ

રાજસ્થાનની 200 બેઠકમાંથી, 199ના પરિણામ
ભાજપ 116, કોંગ્રેસ 68 બેઠકો પર આગળ

 

ઉમેદવાર

મતવિસ્તાર

પક્ષ

પરિણામ

1

અશોક ગેહલોત

સરદારપુર

કોંગ્રેસ

જીત

2

સચિન પાયલટ

ટોંક

કોંગ્રેસ

જીત

3

દિયા કુમારી

વિદ્યાધરનગર

ભાજપ

જીત

4

વસુંધરા રાજે

ઝાલરાપાટન

ભાજપ

જીત

5

બાબા બાલકનાથ

તિજારા

ભાજપ

જીત

રાજ્યમાં 2018માં કોંગ્રેસનો થયો હતો વિજય

રાજસ્થાનમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. કોંગ્રેસ વિધાનસભાની 200 બેઠકોમાંથી 195 બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતરી હતી, જેમાં 100 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 73 બેઠકો અને અપક્ષે 13 બેઠકો જીતી હતી. બહુજન સમાજવાદી પાર્ટીને 6 બેઠકો, રાષ્ટ્રીય લોકશાહી પક્ષે 3 બેઠકો, ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી)એ 2 બેઠકો, ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ 2 બેઠકો, રાષ્ટ્રીય લોકદળે 1 બેઠક પર વિજય મેળવ્યો હતો.

રાજ્યમાં 2013માં ભાજપને સ્પષ્ટ બહુમતી, કોંગ્રેસની શરમજનક હાર

રાજસ્થાનમાં 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ભારતીય જનતા પાર્ટી 200માંથી 163 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. રાષ્ટ્રીય જનતા પાર્ટીએ 4 બેઠકો, બહુજન સમાજ પાર્ટીએ 3 બેઠકો, જ્યારે અપક્ષે 9 બેઠકો મેળવી હતી.

Madhya Pradesh Assembly Election 2023 : ભાજપને લાડલી બહેના યોજના ફળી

મધ્યપ્રદેશની કુલ 230 બેઠકોમાંથી
ભાજપ 167, કોંગ્રેસ 61 બેઠકો પર આગળ

 

ઉમેદવાર

મતવિસ્તાર

પક્ષ

પરિણામ

1

શિવરાજ સિંહ ચૌહાણ

બુધની

ભાજપ

આગળ

2

કમલનાથ

છિંદવાડા

કોંગ્રેસ

આગળ

3

જયવર્ધન સિંહ

રાઘોગઢ

કોંગ્રેસ

આગળ

4

પ્રહલાદ સિંહ પટેલ

નરસિંહપુર

ભાજપ

આગળ

5

નરેન્દ્ર સિંહ તોમર

દીમની

ભાજપ

આગળ

રાજ્યમાં 2018માં કોંગ્રેસે સાથ-સહકારથી બનાવી સરકાર

મધ્યપ્રદેશમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસે સૌથી વધુ બેઠક મેળવી હતી, પરંતુ બહુમતનો આંકડો પાર કરી શકી ન હતી, જેના કારણે કોંગ્રેસે BSP, SP અને અપક્ષોના સમર્થનથી રાજ્યમાં સરકાર બનાવી હતી. કોંગ્રેસ વિધાનસભાની 230 બેઠકોમાંથી 229 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાં કોંગ્રેસે 114 બેઠકો, જ્યારે ભાજપે 109 બેઠકો મેળવી હતી. બહુજન સમાજ પાર્ટીએ 2, સમાજવાદી પાર્ટીએ 1 અને અપક્ષે 4 બેઠકો મેળવી હતી. રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના શાસનનો અંત આવ્યો હતો.

રાજ્યમાં 2013માં ભાજપે મેળવ્યો મોટો વિજય

મધ્યપ્રદેશ વિધાનસભા 2013ની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવવાની સાથે 165 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસે 58, બહુજન સમાજ પાર્ટીએ 4 અને અપક્ષે 3 બેઠકો  મેળવી હતી. 

Chhattisgarh Assembly Election 2023 : ભાજપની આગેકૂચ બહુમતીને પાર

છત્તીસગઢની 90 બેઠકમાંથી
ભાજપ 53, કોંગ્રેસ 35 બેઠકો પર આગળ

 

ઉમેદવાર

મતવિસ્તાર

પક્ષ

પરિણામ

1

ભુપેશ બધેલ

પાટન

કોંગ્રેસ

આગળ

2

વિજય બધેલ

પાટન

ભાજપ

પાછળ

3

તામ્રધ્વજ સાહૂ

દુર્ગ ગ્રામીણ

કોંગ્રેસ

પાછળ

4

રમન સિંહ

રાજનંદગાંવ

ભાજપ

આગળ

5

વિક્રમ ઉસેંડી

અંતાગઢ

ભાજપ

આગળ

કોંગ્રેસે 2018માં મેળવ્યો હતો જવલંત વિજય

છત્તીસગઢમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો જવલંત વિજય થયો હતો. કોંગ્રેસ વિધાનસભાની 90 બેઠકોમાંથી 68 બેઠકો મેળવી હતી, જ્યારે ભાજપે 15, જનતા કોંગ્રેસ છત્તીસગઢે 5, બહુજન સમાજ પાર્ટીએ 2 બેઠકો મેળવી હતી.

2013માં છત્તીસગઢમાં ભાજપે હાંસલ કરી સત્તા

2013ની વિધાનસભા ચૂંટણની વાત કરીએ તો, છત્તીસગઢમાં ભાજપે 49 બેઠકો મેળવી સત્તા પર કબજો જમાવ્યો હતો. જ્યારે કોંગ્રેસને 39, બહુજન સમાજ પાર્ટી અને અપક્ષને 1-1 બેઠકો મળી હતી.

Telangana Assembly Election 2023 : BRSના દબદબો આઉટ, કોંગ્રેસની ધમાકેદાર એન્ટ્રી

તેલંગણાની 90 બેઠકમાંથી
કોંગ્રેસ 65, બીઆરએસ 37 બેઠકો પર આગળ

 

ઉમેદવાર

મતવિસ્તાર

પક્ષ

પરિણામ

1

RS પ્રવિણ કુમાર

સિરપુર

BSP

પાછળ

2

જોગૂ રમન્ના

આદિલાબાદ

BRS

પાછળ

3

સોયમ બાપૂ રાવ

બોઆથ

ભાજપ

પાછળ

4

પોચારમ શ્રીનિવાસ રેડ્ડી

બાંસવાડા

BRS

આગળ

5

કે.ચંદ્રશેખર રાવ

કામરેડ્ડી

BRS

પાછળ

 

ગજવેલ

BRS

આગળ

2014 અને 2018ની ચૂંટણીમાં BRSની જીત

આંધ્રપ્રદેશમાંથી તેલંગણાને અલગ રાજ્ય બનાવ્યા બાદ અહીં ત્રીજી વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ. અગાઉ વર્ષ 2014 અને 2018માં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારત રાષ્ટ્ર સમિતિનો સતત દબદબો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કે.સી.આર. સતત 9 વર્ષથી મુખ્યમંત્રી પદે બિરાજમાન છે. રાજ્યમાં 2014માં ભારત રાષ્ટ્ર સમિતિએ 63 બેઠકો સાથે મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને 21, તેલુગુદેશન પાર્ટીને 15, AIAIMને 7, ભાજપને 5, YRS કોંગ્રેસને 3, BSPને 2, લેફ્ટ પાર્ટીને 2, જ્યારે અપક્ષે 1 બેઠક જીતી હતી. ત્યારબાદ 2018ની ચૂંટણીમાં પણ કે.સી.આર.ના દબદબામાં વધારો થયો હતો. 2018માં બીઆરએસ પાર્ટીએ 88 બેઠકો સાથે જવલંત વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસને 19, તેલુગુદેશન પાર્ટીને 02, AIAIMને 7, ભાજપને 1, YRS કોંગ્રેસને 0, BSPને 0, લેફ્ટ પાર્ટીને 1, જ્યારે અપક્ષે 1 બેઠક જીતી હતી.

આ રાજ્યમાં ખુદ ભાજપને નથી જીતની આશા, પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કેટલી બેઠકો પર પાર્ટી જીતશે

 ‘જીતેલી ચૂંટણી હારી ગઈ, લાડલી બહેના યોજના ભારે પડી’, હાર જોઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભડક્યાં

 Photo : કોંગ્રેસમાં સન્નાટો, કાર્યાલયો ખાલીખમ... સવારે જોશમાં આવેલા કાર્યકરો વિલા મોઢે ઘરભેગા

 રાજસ્થાનમાં ભાજપ કાર્યાલય પર જશ્નની તૈયારીઓ, ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું- 'સૂરજ પૂર્વમાં જ ઉગશે, અમારી જ બનશે સરકાર'

 5 રાજ્યોના ચૂંટણી પરિણામોની લોકસભા ચૂંટણી પર કેવી રહેશે અસર ? જાણો શું છે રાજકીય વિશેષજ્ઞોનું માનવું

  Election Result : ગેહલોતથી લઈને KCR સુધી... જાણો 4 રાજ્યોના ટોપ-5 દિગ્ગજ નેતાઓની સ્થિતિ 2 - image

.

.

.

.

.

.

.

.

.

.

.

Vidhansabha Election 2023, BJP, Congress, BSP, Independent, BRS, AAP, Aam Aadmi Party, Bahujan Samaj Party, Samajwadi Party, Election Commission, India, Communist Party of India, Communist Party of India (Marxist), Nationalist Congress Party, Shivsena, Telugu Desam Party, Mizo National Front, Zoram People's Movement, PM Narendra Modi, Amit Shah, Election Survey • CM Ashok Gehlot, Sachin Pilot, Govind Singh Dotasara, CP Joshi, Narendra Budania, Vasundhara Raje Scindia, Rajyavardhan Singh Rathore, Dia Kumari, Kirodi Lal Meena, Mahant Balaknath • Shivraj Singh Chauhan, Jyotiraditya Scindia, Kailash Vijayvargiya, Narendra Singh Tomar, Prahlad Singh Patel, Faggan Singh Kulaste, VD Sharma • K.Chandrasekhar Rao, A.Revanth Reddy, KT Rama Rao, ​G Kishan Reddy • Bhupesh Baghel, TS Singh Deo, Ravindra Chaubey, Amarjit Bhagat, Anila Bhendia, Shiv Dahria, Jaisingh Aggarwal, Tamradhwaj Sahu, Guru Rudra Kumar, Umesh Patel, Dr. Charandas Mahant, Arun Sao, Gomti Sai, Vijay Baghel and Renuka Singh, Narayan Chandel, Ajay Chandrakar, Brijmohan Aggarwal, Shivaratan Sharma, Krishnamurthy Bandi, Saurabh Singh, Ranjana Dipendra Sahu, Nanki Ram Kanwar, Punnulal Mohle, Dharamlal Kaushik • Zoramthanga, Lalduhawma, Lal Thanhawla, Mizo National Front, Zoram People's Movement, Pu Lalsawta, Lalduhoma • Aajtak Channel, Axis My India, Times Now, Republic, C Voter, News24, ABP, IndiaTuday, IndiaTV, CNX, CSDS, NWS, Nelson, ORG, Jan Ki Baat


Google NewsGoogle News