Opinion Polls : રાજસ્થાનમાં ભાજપ અને તેલંગાણામાં કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ, જાણો મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોને કેટલી બેઠકો

ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કર્યું

ઓપિનિયન પોલ્સના પરિણામો આવવાનું શરૂ થઈ ચૂક્યા છે

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
Opinion Polls : રાજસ્થાનમાં ભાજપ અને તેલંગાણામાં કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ, જાણો મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોને કેટલી બેઠકો 1 - image

ચૂંટણી પંચે પાંચ રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી(assembly election)ની તારીખોનું એલાન કરી દીધું છે. ત્યારે ABP C-Voterએ ઓપિનિયન પોલ (opinion poll) જાહેર કર્યા છે.

તેલંગાણામાં કોને કેટલી બેઠકો?

ABP C-Voter Opinion Pollsના અનુસાર, દક્ષિણના રાજ્ય તેલંગાણામાં મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની વિદાય થઈ શકે છે, જ્યારે કોંગ્રેસની ત્યાં વાપસી થઈ શકે છે. સર્વે અનુસાર, દક્ષિણમાં ફરી કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ આવી શકે છે. કર્ણાટક બાદ હવે તેલંગાણામાં પણ કોંગ્રેસની સરકાર બની શકે છે. 119 સભ્યોવાળી વિધાનસભામાં મુખ્યમંત્રી કેસીઆરની પાર્ટીને 43થી 55 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 48થી 60 બેઠકો મળી શકે છે. કોઈપણ એક પાર્ટીને રાજ્યમાં બહુમતી મળતી નજરે નથી પડતી.

Opinion Polls : રાજસ્થાનમાં ભાજપ અને તેલંગાણામાં કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ, જાણો મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોને કેટલી બેઠકો 2 - image

મધ્યપ્રદેશમાં કોને કેટલી બેઠકો?

મધ્યપ્રદેશમાં C-Voterના ઓપિનિયન પોલ અનુસાર, રાજ્યની કુલ 230 બેઠકોમાં સૌથી વધુ 113-125 બેઠકો કોંગ્રેસને મળતી જોવા મળી રહી છે. બીજા નંબરે ભાજપને 104-116 બેઠકો મળી શકે છે. BSPને શૂન્યથી 2 બેઠકો મળી શકે છે. ત્યારે, અન્ય ખાતામાં 3 બેઠકો જતી દેખાઈ રહી છે.

Opinion Polls : રાજસ્થાનમાં ભાજપ અને તેલંગાણામાં કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ, જાણો મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોને કેટલી બેઠકો 3 - image

છત્તીસગઢમાં કોને કેટલી બેઠકો?

છત્તીસગઢમાં C-Voterના ઓપિનિયન પોલ અનુસાર, રાજ્યની કુલ 90 બેઠકોમાં સૌથી વધુ 45થી 51 બેઠકો કોંગ્રેસને મળતી જોવા મળી રહી છે. બીજા નંબરે ભાજપને 39-45 બેઠકો મળી શકે છે. ત્યારે, અન્ય ખાતામાં શન્યથી 2 બેઠકો જતી દેખાઈ રહી છે.

Opinion Polls : રાજસ્થાનમાં ભાજપ અને તેલંગાણામાં કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ, જાણો મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોને કેટલી બેઠકો 4 - image

રાજસ્થાનમાં કોને કેટલી બેઠકો?

રાજસ્થાનમાં C-Voterના ઓપિનિયન પોલ અનુસાર, રાજ્યની કુલ 200 બેઠકોમાંથી સૌથી વધુ 127-137 બેઠકો ભાજપને મળતી દેખાઈ રહી છે. બીજા નંબર પર કોંગ્રેસને 59-60 બેઠકો મળી શકે છે. ત્યારે, અન્યના ખાતામાં 2-6 બેઠકો જીતી રહી છે. એટલે પોલમાં રાજસ્થાનમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે.

Opinion Polls : રાજસ્થાનમાં ભાજપ અને તેલંગાણામાં કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ, જાણો મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોને કેટલી બેઠકો 5 - image


Opinion Polls : રાજસ્થાનમાં ભાજપ અને તેલંગાણામાં કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ, જાણો મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોને કેટલી બેઠકો 6 - image


Google NewsGoogle News