તારે કોટામાં રહેવાનું છે કે નહીં', કોંગ્રેસ ધારાસભ્યએ વિધાનસભામાં આપી સડકછાપ ગાળો, સ્પીકરને ધમકાવ્યા

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
તારે કોટામાં રહેવાનું છે કે નહીં', કોંગ્રેસ ધારાસભ્યએ વિધાનસભામાં આપી સડકછાપ ગાળો, સ્પીકરને ધમકાવ્યા 1 - image
Image Twitter 

Rajasthan Assembly: 26 જુલાઈ શુક્રવારે રાજસ્થાન વિધાનસભામાં બજેટ પર ચર્ચા થઈ રહી હતી. અને જ્યારે પ્રશ્નકાળ ચાલી રહ્યો હતો તે દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોટા ઉત્તરના ધારાસભ્ય શાંતિ કુમાર ધારીવાલે કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કરી સડકછાપ ગાળો આપી હતી. એટલું જ નહીં તેમણે સ્પીકરને ધમકી પણ આપી હતી.

શું છે આખો મામલો 

સદનમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ દરમિયાન વર્તમાન હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (UDH) મંત્રી ઝબર સિંહ ખરા અને પૂર્વ UDH મંત્રી શાંતિ ધારીવાલ વચ્ચે 'લેન્ડ ફોર લેન્ડ' મુદ્દાને લઈને ઉગ્ર દલીલો થઈ હતી. ઝબર સિંહ ખરાએ ધારીવાલ પર આરોપ લગાવ્યો કે  'લેન્ડ ફોર લેન્ડ'ની ફાઈલો ગુમ થઈ ગઈ છે.

ધારીવાલ જ્યારે ગૃહમાં બોલી રહ્યા હતા, ત્યારે ખુદ સંદીપ શર્મા અધ્યક્ષ હતા. તેમણે શાંતિ ધારીવાલને સમયમર્યાદામાં તેમનું નિવેદન પૂરું કરવા કહ્યું. અલિખિત નિયમનું પાલન કરતાં ધારીવાલે વધુ પાંચ મિનિટનો સમય માંગ્યો હતો. ત્યારે અધ્યક્ષે કહ્યું કે, હવે આ શક્ય નહીં થાય, કારણ કે કુલ 65 વક્તા છે. ધારીવાલે કહ્યું કે ગમે તેટલા હોય પાંચ મિનિટ વધુ જોઈએ.

સુત્રો અનુસાર, આ દરમિયાન ધારીવાલે આસન સાથે દુર્વ્યવહાર કર્યો અને કહ્યું, કે "તમે કોટાના છો, તમારે કોટામાં રહેવું છે કે નહી?" અધ્યક્ષ સંદીપ શર્મા કોટા દક્ષિણના ધારાસભ્ય પણ છે.

વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા અપશબ્દોનો ઉપયોગ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમની ભાષા અને વર્તનની ભારોભાર ટીકા થઈ રહી છે. જોકે, પછીથી શાંતિ ધારીવાલ અને અધ્યક્ષ સંદીપ શર્મા એકબીજા સાથે હસતાં- હસતાં વાત કરતા જોવા મળ્યા હતા.

સંસદીય શિષ્ટાચારના નિયમો મુજબ સદનમાં સભ્યો દ્વારા ગેરવર્તણૂક અથવા તિરસ્કારના કિસ્સામાં ગૃહના સભ્યોને સજા આપી શકે છે. જેમાં ચેતવણી, ઠપકો, હકાલપટ્ટી, ગૃહમાંથી સસ્પેન્શન કરવા અને કેદ કરવા સુધીની કાર્યવાહી કરી શકે છે. 


Google NewsGoogle News