સુખદેવ સિંહ હત્યાકાંડ : હત્યારાઓએ ગોગામેડીની હત્યા કેમ કરી ? હુમલાખોરનું ચોંકાવનારું નિવેદન
હત્યાકાંડમાં સામેલ 3 આરોપીઓમાંથી રોહિત રાઠોડે ચોંકાવનારો ખુલાસો કર્યો
રોહિતે જૂની અદાવતના કારણે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરી
Sukhdev Singh Gogamedi Murder Case : રાજસ્થાન (Rajasthan)માં ચર્ચાસ્પદ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડમાં રોજબરોજ ચોંકાવનારાઓ ખુલાસાઓ થઈ રહ્યા છે. મર્ડર મિસ્ટ્રીનો સૌથી મોટો સવાલ એટલે કે સુખદેવ સિંહની હત્યા કેમ કરાઈ ?નો જવાબ પણ મળી ગયો છે. જયપુર પોલીસે ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હત્યારાઓએ હત્યા કરવાનું કારણ પણ જણાવ્યું છે.
ગોગામેડી સાથે રોહિત રાઠોડની જુની દુશ્મની
નાગોર જિલ્લાના મકરાના પાસે જૂસરી ગામનો રહેવાસી રોહિત રાઠોડ (Rohit Rathore)ની સુખદેવ સિંહ ગોગામેડી સાથે વ્યક્તિગત દુશ્મની હતી. વર્ષ 2017માં રોહિત રાઠોડ સામે જયપુરના વૈશાલીનગર પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપહરણ અને દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. સગીરા રાજપૂત સમાજની હતી, તેથી સુખદેવ સિંહ ગોગામેડીએ પીડિતના પિતાની મદદ કરી, જેના કારણે રોહિત રાઠોડે જેલ જવું પડ્યું. રોહિત રાઠોડ પીડિત પક્ષ સાથે સમાધાન કરવાની તૈયારીમાં હતો, જોકે સુખદેવ સિંહ વચ્ચે આવી જતા સમાધાન ન થઈ શક્યું અને રોહિતે બદનામી સાથે જેલની હવા પણ ખાવી પડી. ત્યારથી રોહિત રાઠોડ સુખદેવ સિંહ ગોગામેડી સાથે બદલો લેવાની ફિરાકમાં હતો.
5 નવેમ્બરે ગોગામેડીની કરાઈ હતી હત્યા
મંગળવારે 5 નવેમ્બરના રોજ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના નિવાસસ્થાને જ બંધુકધારીઓએ હત્યા કરી હતી. હુમલાખોરો વાતચીત કરવાના બહાને ગોગામેડીના નિવાસે આવ્યા હતા અને થોડીવાર સુધી વાતચીત કર્યા બાદ ગોગામેડી પર ફાયરિંગ કર્યું, ગોગામેડીના ગાર્ડે પણ જવાબી ફાયરિંગ કર્યું. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને હુમલાખોરોએ પોતાની સાથે આવેલા નવીન શેખાવતને પણ ગોળી મારી દીધી, જેમાં ગોગામેડી અને નવીનનું મોત થયું, જ્યારે પરિચિત અજીત ગંભીર ઈજા થઈ હતી. આ મામલે ગોગામેડીની પત્ની શીલા શેખાવતે FRIમાં જણાવ્યું હતું કે, 5 ડિસેમ્બરે બપોરે હથિયારધારી લોકો પ્લાનિંગ હેઠળ તેમના પતિ સુખદેવ સિંહ ગોગામેડીને મળવાના બહાને આવ્યા હતા. બંને હુમલાખોરો એકબીજાને રોહિત રાઠોડ અને નિતિન ફૌજીના નામથી બોલાવી રહ્યા હતા. થોડા સમય બાદ હુમલાખોરોએ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું, જેમાં ગોગામેડી અને નવીન શેખાવતનું મોત નિપજ્યું.