Get The App

કાર પર 'ભારત સરકાર'નું પાટીયું મારી પોતાને IBનો ડીસીપી ગણાવી લોકોથી 20 લાખ પડાવ્યા, છેવટે પકડાયો

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
કાર પર 'ભારત સરકાર'નું પાટીયું મારી પોતાને IBનો ડીસીપી ગણાવી લોકોથી 20 લાખ પડાવ્યા, છેવટે પકડાયો 1 - image


Cheating Case In Rajasthan: રાજસ્થાનના જયપુરમાં રવિવારે નોકરી આપવાના બહાને ચાર લોકો સાથે છેતરપિંડી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ પોતે ડીએસપી હોવાનું જણાવી સરકારી નોકરી અપાવવાનું વચન આપી રૂ. 20 લાખની છેતરપિંડી કરી હતી. 

ડીસીપી (પૂર્વ) તેજસ્વીની ગૌતમે જણાવ્યું હતું કે આરોપી શ્રીનિવાસ કુમાર ચૌબેએ નકલી આઇબીનો ડીએસપી બની ચાર લોકોને નાણાં મંત્રાલય અને જયપુર ડેવલપમેન્ટ ઑથોરિટીમાં નોકરી અપાવવાનું વચન આપી રૂ. 20 લાખનો ચૂનો લગાવ્યો હતો. પીડિત નીતિન કુમાર, આકાશ સિંહ, રાહુલ ફૌજદાર અને જિતેન્દ્ર સિંહે આ સંદર્ભે આઠ ફેબ્રુઆરીના રોજ ઍરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ 3000 કર્મચારીઓનું લિસ્ટ તૈયાર... ગૂગલ-એમેઝોન બાદ ફેસબુકમાં આજથી મોટાપાયે છટણી શરૂ

આરોપીની ધરપકડ

ફરિયાદના આધારે પોલીસની એક ટીમે રામનગરિયા પોલીસ સ્ટેશનની પાછળ સ્થિત કાન્હા રેસિડેન્સીમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી આરોપી શ્રીનિવાસ ચૌબેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ભારત સરકાર લખેલી નંબર પ્લેટવાળી ગાડી પણ મળી આવી હતી.

સરકારી નોકરીની લાલચમાં છેતરપિંડીનો ભોગ

રાજસ્થાનના ઘણા વિસ્તારો સહિત દેશભરમાં સરકારી નોકરી આપવાની લાલચમાં ઘણા લોકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડીના કિસ્સા બની રહ્યા છે. અગાઉ દિલ્હી પોલીસે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ કરાવવાનું વચન આપી લાખો રૂપિયા પડાવતા સંજય જ્હાંની ધરપકડ કરી હતી. સંજય જ્હાં પોતાને દિલ્હી કેન્ટ સ્થિત ડિફેન્સ કરિયર એકેડમીનો શિક્ષક તરીકે રજૂ કરતો હતો. તેમજ તે દાવો કરતો હતો કે, તેણે ભારતીય સેનામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ યુપીએસસીમાં કામ કરી રહ્યો છે.

કાર પર 'ભારત સરકાર'નું પાટીયું મારી પોતાને IBનો ડીસીપી ગણાવી લોકોથી 20 લાખ પડાવ્યા, છેવટે પકડાયો 2 - image


Google NewsGoogle News