Get The App

રાજસ્થાન ચૂંટણી : કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, ગુજરાતના આ નેતાઓ પણ ગજવશે ચૂંટણીસભા

કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં ખડગે, સોનિયા ગાંધી, રાહુલ, પ્રિયંકા, ગેહલોત, પાયલોટ સહિતના નામ

શક્તિ સિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી, કન્હૈયા કુમાર, રાજ બબ્બર પણ રાજસ્થાનમાં ગજવશે ચૂંટણીસભા

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
રાજસ્થાન ચૂંટણી : કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, ગુજરાતના આ નેતાઓ પણ ગજવશે ચૂંટણીસભા 1 - image

જયપુર, તા.06 નવેમ્બર-2023, સોમવાર

Rajasthan Assembly Elections 2023 : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર તમામ પક્ષોએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, તો નામ જાહેર થતાની સાથે જ ઉમેદવારો પણ ઘેલમાં આવી ગયા છે અને પોતાના મતવિસ્તારમાં દમદાર પ્રચાર કરી મતો માંગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવા માટે 40 સ્ટાર પ્રચારકોના નામો (Congress Star Campaigner List) પર મહોર મારી છે. આ યાદીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ સામેલ છે. આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, શશિ થરૂર, કે.સી.વેણુગોપાલ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, સુખવિંદર સિંહ રંધાવા ઉપરાંત ગુજરાતના દિગ્ગજ નેતાઓના નામો પણ સામેલ છે. 

રાજસ્થાન ચૂંટણી : કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, ગુજરાતના આ નેતાઓ પણ ગજવશે ચૂંટણીસભા 2 - image

ગુજરાતના નેતાઓ રાજસ્થાનમાં ગજવશે ચૂંટણીસભા

કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot), પીસીસી ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા, સી.પી.જોશી, સચિન પાયલટ (Sachin Pilot)નું નામ સામેલ છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં ગુજરાતના દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપરાંત NSUIના AICC પ્રભારી કન્હૈયા કુમારનું નામ પણ સામેલ છે.

અન્ય સ્ટાર પ્રચારકોના નામ

કોંગ્રેસના સ્ટાર પ્રચારોની યાદીમાં શક્તિ સિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી, કન્હૈયા કુમાર, રાજ બબ્બર, મધુસુદન મિસ્ત્રી, શશિ થરૂર, ગૌરવ ગોગોઈ, સુખવિંદર સિંહ સુખુ, મોહન પ્રકાશ, પ્રકાશ સિંહ બાજવા, હરીશ ચૌધરી, ચરણજીત સિંહ ચન્ની, શકીલ અહેમદ, પવન ખેરા, મહેન્દ્રજીત સિંહ માલવિયા, ગોવિંદ રામ મેઘવાલ, કાઝી નિઝામુદ્દીન, વીરેન્દ્ર સિંહ, અમૃતા ધવન, નીરજ ડાંગી, ધીરજ ગુર્જર, અમરિંદર સિંહ રાજા, બીવી શ્રીનિવાસ, નીરજ કુંદન, પ્રમોદ જૈન ભાયા, મમતા ભૂપેશના નામ પણ 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.

ઉલ્લેખનિય છે કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 23 નવેમ્બરે મતદાન યોજાવાનું છે, જ્યારે 5 રાજ્યોની સાથે રાજસ્થાનું ચૂંટણી પરિણામ પણ ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે.

  રાજસ્થાન ચૂંટણી : કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, ગુજરાતના આ નેતાઓ પણ ગજવશે ચૂંટણીસભા 3 - image

.

.

.

.

.

.

.

.

.

.

.

Mallikarjun Kharge, Sonia Gandhi, Rahul Gandhi, Priyanka Gandhi, Shashi Tharoor, KC Venugopal, Former Haryana CM Bhupendra Singh Hooda, Sukhwinder Singh Randhawa, CM Ashok Gehlot, Sachin Pilot, PCC Chief Govind Singh Dotasara, CP Joshi, Shakti Singh Gohil, Jignesh Mevani, Kanhaiya Kumar, Raj Babbar, Madhusudan Mistry, Shashi Tharoor, Gaurav Gogoi, Sukhwinder Singh Sukhu, Mohan Prakash, Prakash Singh Bajwa, Harish Chaudhary, Charanjit Singh Channi, Shakeel Ahmed, Pawan Khera, Mahendrajit Singh Malviya , Govind Ram Meghwal, Kazi Nizamuddin, Virendra Singh, Amrita Dhawan, Neeraj Dangi, Dheeraj Gurjar, Amarinder Singh Raja, BV Srinivas, Neeraj Kundan, Pramod Jain Bhaya, Mamata Bhupesh


Google NewsGoogle News