Rajasthan Election 2023: પ્રિયંકા ગાંધી વિરુદ્ધ BJPએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
Rajasthan Election 2023: પ્રિયંકા ગાંધી વિરુદ્ધ BJPએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, જાણો સમગ્ર મામલો 1 - image

Image Source: Twitter

- પ્રિયંકા પર ધાર્મિક આધાર પર ચૂંટણી પ્રચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો

નવી દિલ્હી, તા. 25 ઓક્ટોબર 2023, બુધવાર

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર હવે જોર શોરથી ચાલી રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલના નેતૃત્વમાં બીજેપીનું એક પ્રતિનિધિ મંડળ આજે કોંગ્રસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ચૂંટણી પંચ પહોંચ્યુ હતું. પ્રિયંકા પર ધાર્મિક આધાર પર ચૂંટણી પ્રચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ 20 ઓક્ટોબરના રોજ ધર્મના નામ પર એક નિવેદન આપીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ મામલે ચૂંટણી પંચના સદસ્યો સાથે મુલાકાત કરીને ફરિયાદ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આદર્શ આચાર સંહિતા અને આરપી એક્ટ બંનેનું ઉલ્લંઘન કર્યું છે. ભારતના ચૂંટણી પંચને પૂછવા માંગીએ છીએ કે, શું પ્રિયંકા ગાંધી વાડ્રા આદર્શ આચાર સંહિતા કરતા પણ ઉપર છે. ચૂંટણી પર તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ. 

ધાર્મિક ભાવનાથી પ્રચાર નહી, દુષ્પ્રચાર છે

મેઘવાલે કહ્યું કે, ધાર્મિક ભાવનાથી કોઈ પ્રચાર ન કરી શકાય. આ પ્રચાર નથી પરંતુ દુષ્પ્રચાર છે. અમે પ્રિયંકા ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ. 

PMના નામ પર જૂઠાણુ ફેલાવી રહ્યા છે પ્રિયંકા ગાંધી

મંત્રી મેઘવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 28 જાન્યુઆરીના રોજ માલ સિંહ ડૂંગરી જવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે પ્રિયંકા પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો છે. 

રાજસ્થાનમાં વ્યક્તિને ટ્રેક્ટરથી કચડી નાખ્યો, પ્રિયંકા ત્યાં જાઓ

કોંગ્રેસના નેતાને સલાહ આપતા મેઘવાલે કહ્યું કે, રાજસ્થાનમાં એક વ્યક્તિને ટ્રેક્ટરથી કચડી નાખવામાં આવ્યો છે તો તેમણે ત્યાં જવું જોઈએ. યુપીમાં રેપની ઘટના પર તેમના ઘરે જાય છે પરંતુ રાજસ્થાનની ઘટનાઓ તેમને નજર નથી આવતી. તેમણે કહ્યું કે, આજની ઘટના પર પ્રિયંકા ગાંધીએ જવાબ આપવો જોઈએ. 


Google NewsGoogle News