Get The App

'અમુક ટીચર તો એવા કપડાં પહેરે છે...' રાજસ્થાનના શિક્ષણમંત્રીની ફરી જીભ લપસતાં વિવાદ

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
'અમુક ટીચર તો એવા કપડાં પહેરે છે...' રાજસ્થાનના શિક્ષણમંત્રીની ફરી જીભ લપસતાં વિવાદ 1 - image
Image: X

Madan Dilawar Controvercial Statement On Teachers Dress: રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે બુધવારે (16 ઓક્ટોબર) નીમકાથાનાના નૃસિંહપુરી ગામની એક શાળાનું લોકાર્પણ કર્યુ હતું. આ દરમિયાન તે એકવાર ફરિ પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં આવ્યા છે. દિલાવરે હવે મહિલા શિક્ષકોના પહેરવેશ પર વિવાદિત નિવેદન આપ્યું છે. દિલાવરે કહ્યું કે, અમુક શિક્ષિકાઓ એવા કપડાં પહેરીને શાળાએ આવે છે જે ઠીક નથી. તેનાથી બાળકો પર ખરાબ અસર પડે છે. 

આ પણ વાંચોઃ ભાજપ શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીમાં, નાયબ સૈનીના શપથમાં 19 CM, 16 ડે.સીએમને આમંત્રણ

શિક્ષક નહીં, બાળકોના દુશ્મન

કાર્યક્રમને સંબોધિત કરતાં સમયે શિક્ષણમંત્રી મદન દિલાવરે કહ્યું કે, ઘણી શાળાઓમાં શિક્ષક અને શિક્ષિકાઓ આખું શરીર દેખાય તેવા કપડાં પહેરીને શાળાએ આવે છે. ખોટા પહેરવેશથી બાળકો પર શું પ્રભાવ પડશે? દિલાવરે કહ્યું, 'શાળામાં ઘણી શિક્ષિકા સારા કપડાં નથી પહેરતી. તે આખા શરીરને બતાવીને ચાલે છે, જેનો બાળકો પર સારો પ્રભાવ નથી પડતો. આ શિક્ષિકાઓને વિચારવું જોઈએ કે, આપણે લોકો કેવા પ્રકારના કપડાં પહેરીએ છીએ. ઘણી શિક્ષકો શાળામાં ગુટખા ખાઇને આવે છે, જેનાથી શાળામાં અભ્યાસ કરતાં બાળકો પર ખરાબ પ્રભાવ પડે છે. ઘણી શાળાઓમાં શિક્ષકો ઝૂમતા આવે છે. આવા શિક્ષકો શિક્ષક નહીં, પરંતુ બાળકોના દુશ્મન છે.



આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટને નવા CJI મળશે, જસ્ટિસ ચંદ્રચૂડે કરી આ હસ્તીના નામની ભલામણ, કેટલો હશે કાર્યકાળ?

શાળામાંથી ગાયબ થઈ જતાં શિક્ષકોને આપી વોર્નિંગ

દિલાવરે શિક્ષકોને ઠપકો આપતા કહ્યું કે, ઘણાં શિક્ષકો એવા પણ છે જે શાળામાં કહે છે કે, પૂજા-પાઠ કરવા જવું છે, અમુક કહે છે નમાઝ પઢવા જવું છે અને શાળામાંથી ગાયબ થઈ જાય છે. શિક્ષકોને પૂજા-પાઠનો પગાર થોડી આપવામાં આવે છે. આ બધું સવાર-સાંજ કર. મેં આદેશ જાહેર કર્યો છે કે, શાળાના સમયે કોઈ બાલાજી, ભેરૂજીની પૂજા અને નમાઝ પઢવાના નામ શાળા નહીં છોડે, નહીંતર તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન શિક્ષણમંત્રી મદન દિલાવરે કહ્યું કે, નવા જિલ્લાઓને લઈને પણ સમીક્ષા કરવામાં આવી રહી છે, જલ્દી જિલ્લાઓ પર નિર્ણય લેવામાં આવશે. 



Google NewsGoogle News