Get The App

રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત, બસે ટેમ્પોને ફંગોળી નાખ્યું, 8 બાળકો સહિત 11નાં દર્દનાક મોત

Updated: Oct 20th, 2024


Google News
Google News
રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત, બસે ટેમ્પોને ફંગોળી નાખ્યું, 8 બાળકો સહિત 11નાં દર્દનાક મોત 1 - image


Rajasthan Dholpur Accident News | રાજસ્થાનથી એક ગોઝારા અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. અહીં ધોલપુર જિલ્લાના બારી સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 11B પર સુનીપુર ગામ નજીક રાત્રે લગભગ 11 વાગ્યે એક સ્લીપર કોચ બસે ટેમ્પોને હવામાં જ ફંગોળી નાખ્યો હતો. આ દુર્ઘટનામાં આઠ બાળકો સહિત કુલ 11 લોકોને કાળ ભરખી ગયો હતો. 

કેવી રીતે સર્જાયો અકસ્માત? 

મળતી માહિતી મુજબ, બારી શહેરના કરીમ કોલોની ગુમત મોહલ્લામાં રહેતો ગફૂર ખાન તેના પરિવારના સભ્યો સાથે સબંધીઓને ત્યાં ભાતીના કાર્યક્રમમાં ભાગ લેવા બરૌલી ગામે ગયો હતો. શનિવારે મોડી રાત્રે, પરિવારના તમામ સભ્યો એક ટેમ્પોમાં કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન જ બારીથી પૂરપાટ ગતિએ જઈ રહેલી સ્લીપર કોચ બસે તેમને સુનીપુર ગામ પાસે સામેથી ટક્કર મારી હતી.

રાજસ્થાનમાં ગોઝારો અકસ્માત, બસે ટેમ્પોને ફંગોળી નાખ્યું, 8 બાળકો સહિત 11નાં દર્દનાક મોત 2 - image

Tags :
Rajasthan-AccidentDholpur-bus-Accidenttragic-accident

Google News
Google News