Get The App

VIDEO: SDMને લાફો ઝિંકનાર નરેશ મીણા ફરાર, સમર્થકોનો પોલીસ પર પથ્થરમારો, વાહનો સળગાવ્યા

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
VIDEO: SDMને લાફો ઝિંકનાર નરેશ મીણા ફરાર, સમર્થકોનો પોલીસ પર પથ્થરમારો, વાહનો સળગાવ્યા 1 - image


Deoli Uniyara By Election 2024 : રાજસ્થાનમાં ટોંક જિલ્લાના દેવલી-ઉનિયારા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ SDMને લાફો માર્યા બાદ મામલો વધુ ગરમાયો છે. મીણાની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર તેના સમર્થકોએ પોલીસ પર પત્થરમારો કર્યો છે, તો અનેક વાહનોને આગ ચાંપી દીધી છે. ટોળાના હુમલામાં 10 પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે.

નરેશ મીણા પોલીસ કસ્ટડીમાંથી ફરાર

મળતા અહેવાલો મુજબ પોલીસની ટીમ આજે મોડી રાત્રે નરેશ મીણાની ધરપકડ કરવા ગઈ હતી, જ્યાં પોલીસની ટીમ અને મીણાના સમર્થકો સામ-સામે આવી ગયા હતા. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરતા સમર્થકો ભડકી ગયા હતા. સમર્થકોએ પોલીસના વાહનોને આગ લગાવી દીધી અને પત્થરમારો કર્યો. તો પોલીસે પણ વળતા જવાબમાં હવામાં ફાયરિંગ કર્યું. આ ઘટનામાં અનેક લોકો ઈજા થયા હોવાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસે નરેશ મીણાની ધરપકડ કરી લીધી હતી, જોકે તે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે. આ સાથે પોલીસે તેના અનેક સમર્થકોને પણ કસ્ટડીમાં લીધા છે.

10થી વધુ પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત

પત્થરમારામાં 10થી વધુ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના અનેક અધિકારીઓ ઘટનાસ્થળે ઉપસ્થિત છે. હાલ ત્યાં સ્થિતિ કાબુ બહાર હોવાના કારમે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. આ સમગ્ર ઘટના SDMને લાફો ઝીંક્યા બાદ થઈ છે. વાસ્તવમાં દેવલી ઉનિયારા વિધાનસબા પેટાચૂંટણીના મતદાન દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ એમડીએસ અમિત ચૌધરીને લાબો ઝિંકી દીધો હતો. એસપી વિકાસ સાંગવાન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની માહિતી લીધી હતી. SDM અમિત ચૌધરીને સુરક્ષા વચ્ચે ત્યાંથી લઈ જવાયા છે. 

કોંગ્રેસે ટિકિટ ન આપતા નરેશ મીણાએ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા

નરેશ મીણા કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળવાથી નારાજ હતા અને તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. તેમણે કોંગ્રેસના ઉમેદવાર કસ્તુરચંદ મીણાની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ પેટાચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે આવશે. 

શું છે સમગ્ર મામલો?

દેવલી-ઉનિયારા વિધાનસભા મતવિસ્તારના કચરાવતા ગ્રામ પંચાયતના સમરાવત ગામના ગ્રામીણોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ગ્રામીણોનું કહેવું છે કે, અમારું ગામ પહેલા ઉનિયારા ઉપખંડમાં હતું, પરંતુ બાદમાં પાછલી સરકારે અમારા ગામને ઉનિયારાથી હટાવીને દેવલી ઉપખંડમાં સામેલ કરી દીધું હતું. તેનાથી ગ્રામીણો નારાજ છે. ગ્રામીણોની માગ છે કે, ગામને ફરી એક વખત ઉનિયારામાં સામેલ કરવામાં આવે. પોલીસ અને વહીવટી અધિકારીઓ ત્યાં ગ્રામણોને સમજાવી રહ્યા હતા. દરમિયાન નરેશ મીણા ગ્રામીણોને સમર્થન આપવા ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન મીણા અને માલપુરાના એસડીએમ અમિત ચૌધરી વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી. આ દરમિયાન મીણાએ પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો અને એસડીમને લાફો મારી દીધો હતો. આ ઘટના બાદ પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાને મીડિયાને આ અંગે જણાવ્યું કે, 'નરેશ મીણા મતદાન કેન્દ્ર પર દોડીને આવ્યા અને એસડીએમ અમિત ચૌધરી સાથે મારપીટ કરી હતી. આ બાબતની તાત્કાલિક નોંધ લેવામાં આવી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.'



Google NewsGoogle News