Get The App

રાજસ્થાનની ચોંકાવનારી ઘટના, નશીલા પેંડા ખવડાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ, સાધુ પર આરોપ

Updated: Oct 20th, 2024

GS TEAM


Google News
Google News
Rajasthan Rape Case


Rajasthan Sikar Rape Case: રાજસ્થાનના સીકરમાં એક મંદિરના બાબા વિરૂદ્ધ યુવતીએ દુષ્કર્મનો આરોપ મૂકતા ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે, બાબાએ તંત્ર વિદ્યાની આડમાં નશીલો પદાર્થ ખવડાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ આ ઘટના કોઈને જણાવી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સીકરના ખેડી દાતુંજલા વિસ્તારના શ્રેત્રપાળ મંદિરના બાબા બાલકનાથ સહિત અન્ય બે લોકોની વિરૂદ્ધ યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવતાં ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.

પીડિતાએ શું ફરિયાદ કરી?

સીકરના ખેડી દાતુંજલા વિસ્તારના ક્ષેત્રપાળ મંદિરના બાબા બાલકનાથે તંત્ર વિદ્યાની મદદથી તેના પરિવારની સમસ્યાઓ દૂર કરવાનું વચન આપી તેના પર દુષ્કર્મ આચર્યુ છે. બાબા અને તેના ડ્રાઈવરે આ અંગે કોઈને પણ ન જણાવવા ધમકી આપી હતી. જો કોઈને જાણ કરી તો તેના આખા પરિવારને મારી નાખવા તેમજ તેનો દુષ્કર્મનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ લોરેન્સ બિશ્નોઈ પાછળ પરિવાર દર વર્ષે ખર્ચે છે આટલા લાખ, ભાઈએ જ કર્યો ચોંકાવનારો ખુલાસો

પ્રસાદના નામે નશીલા પેંડા ખવડાવ્યા

પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં તે મંદિરમાં પુજા કરવા ગઈ હતી. જ્યાં રાજેશ નામનો યુવક મળ્યો હતો. રાજેશે તેને બાબા બાલકનાથનો સંપર્ક કરાવ્યો હતો. બાબા બાલકનાથે તેની સમસ્યા દૂર કરવાનું વચન આપ્યું હતું. થોડા દિવસો બાદ બાબા બાલકનાથ તેને પોતાની ગાડીમાં તેના ઘરે મૂકી જવાનું કહ્યું, રસ્તામાં તેને પ્રસાદના નામે પેંડા ખવડાવ્યા હતા. પેંડા ખાતા જ યુવતી બેભાન થઈ ગઈ અને બાબાએ તેના પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું.

જાનથી મારી નાખવાની આપી ધમકી

બાબાના ડ્રાઈવર યોગેશે દુષ્કર્મનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ આરોપી બાબા અને તેના સહયોગીએ તેને સતત વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીના આ આરોપોની તપાસ સીકરના જિલ્લા ડેપ્યુટી સુપરીટેન્ડન્ટ એસસી-એસટી અજીત પાલને સોંપવામાં આવી છે. જેમણે વધુ તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનની ચોંકાવનારી ઘટના, નશીલા પેંડા ખવડાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ, સાધુ પર આરોપ 2 - image

Tags :