Get The App

રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ! સચિન પાયલટના સમર્થકો ફરી ભડક્યા

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ! સચિન પાયલટના સમર્થકો ફરી ભડક્યા 1 - image


Rajasthan Congress Internal Discord: કોંગ્રેસ પાર્ટીને પહેલાં હરિયાણા અને બાદમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ પાર્ટી હારના કારણો પર મંથન કરી રહી છે. જોકે, હારના મંથન પહેલાં પાર્ટીનો આંતરિક વિખવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ ફરી પાછું સચિન પાયલટ અને ગેહલોત વચ્ચેનો આંતરિક વિવાદ ઉપસીને આંખે વળગ્યો છે. સોમવારે (16 ડિસેમ્બર) રાજધાની જયપુરમાં પ્રદેશ કોંગ્રેસ કમિટીની બેઠકમાં ફરી બંને દિગ્ગજ નેતાઓનો વચ્ચેનું ઘર્ષણ સામે આવ્યું, જેનું કારણ એક બેનર બન્યું. હકીકતમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટની તસવીર બેઠકના બેનરમાંથી ગાયબ છે.

પાર્ટીની મજબૂતી પર ઊભા થયા સવાલ

જણાવવામાં આવી રહ્યું છે કે, આ મુદ્દો ત્યારે ઊભો થયો જ્યારે અમુક કોંગ્રેસ સભ્યોએ પાયલટની તસવીર ન હોવા પર નારાજગી વ્યક્ત કરી. આ મુદ્દો સૌથી પહેલાં પ્રદેશ સચિવ નરપત મેઘવાલે ઉઠાવ્યો હતો. ત્યારબાદ વિભા માથુરે પણ સચિન પાયલટની તસવીર ગાયબ થવા પર પ્રશ્ન ઊભા કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી શિવચરણ માથુરની પૌત્રી અને પાયલટની સમર્થક વિભા માથુર પણ બાદમાં આ ચર્ચામાં સામેલ થયા. વિભા માથુરે કહ્યું, જ્યારે એક પ્રમુખ નેતાની જ તસવીર ગાયબ હોય તો આપણે પાર્ટીને મજબૂત કરવાની વાત કેવી રીતે કરી શકીએ? બેનરમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની તસવીર છે, તો સચિન પાયલટની કેમ નહીં?

આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીની પેલેસ્ટાઇન લખેલી બેગ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા, પાકિસ્તાની નેતાએ કર્યા વખાણ

પાર્ટીની એકતા પર ધ્યાન આપોઃ ડોટાસરા

સમગ્ર મુદ્દે પાર્ટીના સભ્યોની તીખી ટિપ્પણીઓ સામે આવ્યા બાદ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ બેનર ડિઝાઇનની પાછળ પ્રોટોકોલનું કારણ જણાવતાં આ નિર્ણયનો બચાવ કર્યો. ડોટાસરાએ ટિપ્પણી કરનાર નેતાઓની ટીકા કરતાં કહ્યું કે, પોસ્ટર પર તસવીરો કોંગ્રેસના દિશા-નિર્દેશોનું પાલન કરે છે. આ સિવાય પાર્ટીના સભ્યોને સલાહ આપતાં કહ્યું કે, આપણાં સભ્યોએ પાર્ટીની એકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 

આ આંતરિક બાબત છે

આ વિવાદ એક બેનરથી શરુ થયો, જેમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરના સીનિયર કોંગ્રેસ નેતાઓની તસવીરો પ્રમુખતાથી દર્શાવવામાં આવી, પરંતુ સચિન પાયલટને તેમાં સામેલ કરવામાં ન આવ્યા. આ મુદ્દાને સંબોધિત કરતાં ડોટાસરાએ આ ઘટનાને આંતરિક મામલો જણાવતાં કહ્યું, 'લોકોએ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે, જેનો સ્વીકાર કર્યો.'

આ પણ વાંચોઃ BIG NEWS: સરકારે લોકસભામાં રજૂ કર્યું 'વન નેશન, વન ઈલેક્શન' બિલ, વિપક્ષનો આક્રમક વિરોધ

આ કારણે કોંગ્રેસે ગુમાવી સત્તા

જણાવી દઈએ કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 સમયે સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેના આંતરિક વિવાદે કોંગ્રેસને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ સાથે જ કોંગ્રેસે સત્તા પણ ગુમવવી પડી હતી. ભાજપે 115 અને કોંગ્રેસે 69 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જોકે, 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે 100 બેઠકો સાથે રાજ્યની સત્તા કબ્જે કરી હતી. બીજી બાજુ ભાજપ પાસે ફક્ત 73 બેઠકો જ હતી. ચૂંટણી પરિણામ આવ્યા બાદ રાજકીય વિશ્લેષકોએ કોંગ્રેસની હાર પાછળ આંતરિક વિખવાદને મુખ્ય કારણ જણાવ્યું હતું. 



Google NewsGoogle News