રાજસ્થાન ચૂંટણી : કોંગ્રેસે વધુ 56 ઉમેદવારોની યાદી જાહેર કરી, વાજપેયી સરકારમાં મંત્રી રહેલા જસવંત સિંહના પુત્રને આપી ટિકિટ

કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 151 ઉમેદવારોના નામોની જાહેરાત કરી

રાજસ્થાનમાં 25 ડિસેમ્બરે યોજાશે મતદાન, 3 ડિસેમ્બરે જાહેર થશે પરિણામ

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
રાજસ્થાન ચૂંટણી : કોંગ્રેસે વધુ 56 ઉમેદવારોની યાદી જાહેર કરી, વાજપેયી સરકારમાં મંત્રી રહેલા જસવંત સિંહના પુત્રને આપી ટિકિટ 1 - image

જયપુર, તા.31 ઓક્ટોબર-2023, મંગળવાર

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (Rajasthan Assembly Election-2023)ને લઈ ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) સહિત તમામ પક્ષો પોતપોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. નામ જાહેર થતાની સાથે જ ઉમેદવારો ઘેલમાં આવી ગયા છે અને પુરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે કોંગ્રેસે આજે વધુ 56 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહેલા જયવંત સિંહ (Jaswant Singh)ના પુત્ર માનવેન્દ્ર સિંહ (Manvendra Singh)ને ઉમેદવાર જાહેર કરાયા છે. કોંગ્રેસે માનવેન્દ્ર સિંહને બાડમેરની સિવાના વિધાનસભા બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ ગત ચૂંટણીમાં વસુંધરા રાજે (Vasundhara Raje) સામે માનવેન્દ્રને ઉતાર્યા હતા. માનવેન્દ્ર 2018ની ચૂંટણી પહેલા ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયા હતા. વસુંધરા રાજેએ તેમને ઝાલરાપાટન બેઠક પરથી લગભગ 35 હજાર મતોથી હરાવ્યા હતા.

રાજસ્થાન ચૂંટણી : કોંગ્રેસે વધુ 56 ઉમેદવારોની યાદી જાહેર કરી, વાજપેયી સરકારમાં મંત્રી રહેલા જસવંત સિંહના પુત્રને આપી ટિકિટ 2 - image

રાજસ્થાન ચૂંટણી : કોંગ્રેસે વધુ 56 ઉમેદવારોની યાદી જાહેર કરી, વાજપેયી સરકારમાં મંત્રી રહેલા જસવંત સિંહના પુત્રને આપી ટિકિટ 3 - image

કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 151 ઉમેદવારોના નામ જાહેર કર્યા

આ અગાઉ કોંગ્રેસે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટેની ત્રીજી યાદીમાં 95 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ સાથે કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 151 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. રાજ્યમાં 200 સંસદીય વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરે મતદાન થશે, જ્યારે ત્રીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.


Google NewsGoogle News