શિક્ષક દિવસે 50,000થી વધુ વિદ્યાર્થીઓને અપાશે ટેબ્લેટ, રાજસ્થાનના શિક્ષણ મંત્રીએ શરૂ કરી તૈયારી

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
શિક્ષક દિવસે 50,000થી વધુ વિદ્યાર્થીઓને અપાશે ટેબ્લેટ, રાજસ્થાનના શિક્ષણ મંત્રીએ શરૂ કરી તૈયારી 1 - image


Tablets will be Distributed on Teacher's Day in Rajasthan : આ વખતે રાજસ્થાનમાં શિક્ષક દિવસ પર સરકાર ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. શિક્ષક દિવસ એટલે કે 5મી સપ્ટેમ્બરે રાજ્યના 55 હજાર 800 બાળકોને ટેબલેટનું વિતરણ કરવામાં આવનાર છે. રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવર આ અંગે ખૂબ એક્ટિવ છે. 

શિક્ષણ મંત્રી મદન દિલાવરે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ સહિત વિવિધ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજીને શિક્ષક દિવસની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે સૂચના આપતાં કહ્યું કે,  આ વખતે શિક્ષકદિને જયપુરમાં મુખ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં નવો વિવાદ: ભાજપ નેતાના ‘બેગ’ નિવેદને ઉદ્ધવ ઠાકરેના બદલે CM શિંદેની પોલ ખોલી

મુખ્યમંત્રી 11 વિદ્યાર્થીઓને ટેબલેટ આપશે

શિક્ષક સન્માન સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વિદ્યાર્થીઓને ટેબલેટ વિતણ કરશે. આ સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં એક સાથે ટેબલેટનું વિતરણ કરવામાં આવશે. આ પહેલા તમામ જિલ્લાઓમાં ટેબલેટ પહોંચાડી દેવામાં આવ્યા છે. 

સ્થાનિક કાર્યકરો પણ તે જ દિવસે વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરશે. રાજધાની જયપુરમાં મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા 11 બાળકોને ટેબલેટ આપશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના બાકીના જિલ્લાઓમાં તમામ બાળકોને એક સાથે ટેબલેટનું વિતરણ કરવામાં આવશે.

શિક્ષણ મંત્રીએ આ અધિકારીઓ સાથે વાત કરી

શિક્ષણ મંત્રી મદન દિલાવરે સંયુક્ત નિયામક, શાળા શિક્ષણ, મુખ્ય જિલ્લા શિક્ષણ અધિકારી અને હોદ્દેદાર જિલ્લા પ્રોજેક્ટ સંયોજક, જિલ્લા શિક્ષણાધિકારી માધ્યમિક અને પ્રાથમિક, આચાર્ય, DIET, અધિક જિલ્લા પ્રોજેક્ટ સંયોજક અને SAMSA સાથે વાર્તાલાપ કર્યો.

મંત્રીએ 5મી સપ્ટેમ્બરે યોજાનાર રાજ્ય કક્ષાના શિક્ષક સન્માન સમારંભનુ લાઈવ પ્રસારણમાં વધુમાં વધુ શિક્ષકોને જોડાવા માટે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, 5 સપ્ટેમ્બરે જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરવામાં આવશે.


Google NewsGoogle News