Get The App

પાડોશી રાજ્યના મુખ્યમંત્રીને થયો કોરોના, આઈસોલેટ થયા બાદ કહ્યું - કાર્યક્રમોમાં વર્ચ્યુઅલી જોડાઇશ

સીએમ ભજનલાલ શર્માએ કહ્યું કે મને સ્વાસ્થ્યને લગતી કેટલીક તકલીફ હતી.

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
પાડોશી રાજ્યના મુખ્યમંત્રીને થયો કોરોના, આઈસોલેટ થયા બાદ કહ્યું - કાર્યક્રમોમાં વર્ચ્યુઅલી જોડાઇશ 1 - image


Rajasthan News : રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો બુધવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા હતા. હવે તેઓ આગામી તમામ કાર્યક્રમોમાં વર્ચ્યુઅલી સામેલ થશે. આ માહિતી તેમણે પોતે એક્સ પર શેર કરી હતી. 

હેલ્થ ચેકઅપ બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો 

સીએમ ભજનલાલ શર્માએ કહ્યું કે મને સ્વાસ્થ્યને લગતી કેટલીક તકલીફ હતી. આજે હેલ્થ ચેકઅપ બાદ મને ખબર પડી કે હું કોરોના પોઝિટીવ છું. સીએમએ કહ્યું કે હું સેલ્ફ આઈસોલેશનમાં છું અને ડૉક્ટરોની સલાહનું પાલન કરી રહ્યો છું. તેમણે એમ પણ કહ્યું કે હું તમામ કાર્યક્રમોમાં હવે વર્ચ્યુઅલી રીતે જોડાઈશ.

પાડોશી રાજ્યના મુખ્યમંત્રીને થયો કોરોના, આઈસોલેટ થયા બાદ કહ્યું - કાર્યક્રમોમાં વર્ચ્યુઅલી જોડાઇશ 2 - image


Google NewsGoogle News