રાજસ્થાન સરકારમાં મંત્રીઓને વિભાગોની વહેંચણી, ભજનલાલને 8 અને દીયા કુમારીને 6 વિભાગ, જાણો આખી યાદી

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
રાજસ્થાન સરકારમાં મંત્રીઓને વિભાગોની વહેંચણી, ભજનલાલને 8 અને દીયા કુમારીને 6 વિભાગ, જાણો આખી યાદી 1 - image


Rajasthan Ministers Portfolios : રાજસ્થાનમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે મંત્રીઓને વિભાગોની વહેંચણી પણ કરી દેવાઈ છે. રાજ્યપાલની મંજૂરી બાદ શાસન સચિવાલય તરફથી શુક્રવારે યાદી જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પોતાની પાસે ગૃહ વિભાગ, આબકારી વિભાગ, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો સહિતના 8 વિભાગો રાખ્યા છે. મુખ્યમંત્રી બાદ સૌથી વધુ 6 વિભાગ નાયબ મુખ્યમંત્રી દીયા કુમારીને સોંપાયા છે. રાજસ્થાનમાં 12 કેબિનેટ અને 10 રાજ્ય મંત્રી બનાવાયા છે. જેમાં 5 રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) છે.

કોને મળ્યો કયો વિભાગ?

ભજનલાલ શર્મા- કર્મચારી વિભાગ, આબકારી વિભાગ, ગૃહ વિભાગ, આયોજન વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, નીતિ નિર્માણ સેલ, માહિતી અને જનસંપર્ક વિભાગ, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો

દિયા કુમારી- નાણા વિભાગ, પ્રવાસન વિભાગ, કલા સાહિત્ય, સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગ, જાહેર બાંધકામ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, બાળ સશક્તિકરણ વિભાગ.

પ્રેમચંદ બૈરવા- ટેકનિકલ એજ્યુકેશન વિભાગ, હાયર એજ્યુકેશન વિભાગ, આયુર્વેદ, યોગ નેચરોપથી, યૂનાની થિયરી, હોમિયોપેથિક વિભાગ, ટ્રાન્સપોર્ટ અને રોડ સેફ્ટી વિભાગ

કિરોરી લાલ મીણા- કૃષિ અને ઉદ્યોગ વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન સહાય અને નાગરિક સુરક્ષા વિભાગ, જાહેર કાર્યવાહી નિવારણ વિભાગ.

ગજેન્દ્ર સિંહ ખિંવસર- તબીબી અને આરોગ્ય વિભાગ, તબીબી અને આરોગ્ય સેવાઓ

કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ- ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ, માહિતી ટેકનોલોજી અને સંચાર વિભાગ, યુવા બાબતો અને રમતગમત વિભાગ, કૌશલ્ય આયોજન અને સાહસિકતા વિભાગ, સૈનિક કલ્યાણ વિભાગ

મદન દિલાવર- શાળા શિક્ષણ વિભાગ, પંચાયતી રાજ વિભાગ અને સંસ્કૃત શિક્ષણ વિભાગ

કનૈયાલાલ- જાહેર આરોગ્ય ઇજનેરી વિભાગ, ભૂગર્ભ જળ વિભાગ

જોગારામ પટેલ- સંસદીય બાબતો વિભાગ, કાયદો અને કાનૂની બાબતો વિભાગ

સુરેશ રાવત- જળ સંસાધન વિભાગ, જળ સંસાધન યોજના વિભાગ

અવિનાશ ગેહલોત- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

સુમિત્રા ગોદારા- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગ્રાહક બાબતો વિભાગ

જોરારામ કુમાવત- પશુપાલન અને ડેરી વિભાગ, ગૌપાલન વિભાગ, દેવસ્થાન વિભાગ

હેમંત મીણા- મહેસૂલ વિભાગ, વસાહત વિભાગ

સુરેન્દ્રપાલ સિંહ ટીટી- કૃષિ માર્કેટિંગ વિભાગ, કૃષિ સિંચાઈ વિસ્તાર વિભાગ અને પાણી ઉપયોગિતા વિભાગ, ઈન્દિરા ગાંધી નહેર વિભાગ, લઘુમતી બાબતો અને વકફ વિભાગ

સંજય શર્મા- વન વિભાગ, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ

ગૌતમ કુમાર- સહકારી વિભાગ, નાગરિક ઉડ્ડયન વિભાગ

ઝાબરસિંહ ખરા- શહેરી વિકાસ વિભાગ

હીરાલાલ નગર- ઉર્જા વિભાગ

ઓટા રામ દેવાસી- પંચાયતી રાજ વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને નાગરિક સંરક્ષણ વિભાગ

મંજુ બાઘમાર- જાહેર બાંધકામ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, બાળ સશક્તિકરણ વિભાગ

વિજય સિંહ- મહેસૂલ વિભાગ, વસાહત વિભાગ, સૈનિક કલ્યાણ વિભાગ

કૃષ્ણ કુમાર કે.કે બિશ્નોઈ- ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ, યુવા બાબતો અને રમતગમત વિભાગ, કૌશલ્ય આયોજન અને સાહસિકતા વિભાગ, નીતિ નિર્માણ વિભાગ

જવાહરસિંહ બેઢમ- ગૃહ વિભાગ, ગૌપાલન વિભાગ, પશુપાલન અને ડેરી વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગ

કેબિનેટમાં 20 ધારાસભ્ય પહેલી વખત બન્યા છે મંત્રી

જણાવી દઈએ કે, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના કેબિનેટમાં તેમને મેળવીને કુલ 25 લોકો સામેલ છે. ભાજપે મંત્રીમંડળમાં 2 નેતાઓ, 4 જાટ, રાજપૂત અને SC/STના ત્રણ-ત્રણ નેતાઓ સિવાય અન્ય સમુદાયોને સામેલ કરીને જાતીગત અને પ્રાદેશિક સંતુલન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી સહિત 25 મંત્રી છે. જેમાંથી 20 પહેલીવાર મંત્રી બન્યા છે.



Google NewsGoogle News