રાજસ્થાન માટે કોંગ્રેસે જાહેર કરી વધુ 5 ગેરન્ટી; ખેડૂતો, યુવાઓના સહારે ગેહલોતને સત્તાવાપસીની આશા

અગાઉ પ્રિયંકા ગાંધીએ 2 ગેરન્ટી જાહેર કરી હતી, કુલ 15 ગેરન્ટી જાહેર કરાશે

કોલેજ સ્ટુડન્ટસને લેપટોપ, આફત સમયે વીમો, જૂની પેન્શન અંગે કર્યા મોટા વાયદા

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
રાજસ્થાન માટે કોંગ્રેસે જાહેર કરી વધુ 5 ગેરન્ટી; ખેડૂતો, યુવાઓના સહારે ગેહલોતને સત્તાવાપસીની આશા 1 - image


Rajasthan Assambly Election 2023| રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસે હવે લોકોને ગેરન્ટી (Congress five guarantees for Rajasthan) આપવાનું શરૂ કરી દીધું છે. ગેરન્ટી એટલે કે જો ફરીવાર કોંગ્રેસની સરકાર રચાશે તો પાર્ટી પ્રજા માટે શું શું કરશે? એ વાતની ગેરન્ટી પહેલાથી અપાઈ રહી છે. સીએમ અશોક ગેહલોતને (Ashok Gehlot) આ ગેરન્ટીઓ અને તેમના કામના સહારે ફરી સત્તામાં વાપસીની આશા છે. 

કુલ 15 ગેરન્ટી આપશે કોંગ્રેસ... 

માહિતી અનુસાર સરકાર તરફથી કુલ 15 ગેરન્ટી અપાશે. તેમાંથી બે ગેરન્ટી બે દિવસ પહેલા આપી હતી હતી અને હવે વધુ 5 ગેરન્ટી આપવામાં આવી છે. સીએમ અશોક ગેહલોતે આ ગેરન્ટી લોકોને આપતાં કહ્યું કે મોંઘવારી રાહત કેમ્પમાં 8 કરોડથી વધુ ગેરન્ટી કાર્ડ વિતરણ કરાયા હતા. ચાલો કોંગ્રેસની (Congress) આ ગેરન્ટી પર એક નજર કરીએ... 

ગેરન્ટી નંબર 1

પ્રથમ ગેરન્ટી ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા પશુપાલકો અને ખેડૂતો માટે છે. સરકારે કહ્યું છે કે તે બે રૂપિયા કિલોના હિસાબે ગોબર ખરીદશે. આ યોજનાને ગોધન યોજના કહેવાય છે. આ છત્તીસગઢમાં પહેલાથી ચાલે છે. સરકાર અહીં પશુપાલકોથી ગોબર ખરીદે છે અને તેમાંથી ખાતર બનાવે છે. 

ગેરન્ટી નંબર 2

આ ઉપરાંત ગેહલોતે કોલેજના વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવાની ગેરન્ટી આપી છે. તેના માટે અમુક નિયમ બનાવાશે અને તે નિયમ ફોલો કરનારને જ લેપટોપ અપાશે. આ ગેરન્ટી યુવા વર્ગને સાધવાના પ્રયાસરૂપે અપાઈ છે. 

ગેરન્ટી નંબર 3

દરેક વિદ્યાર્થીને અંગ્રેજી મીડિયમમાં ભણાવવાની ગેરન્ટી. એટલે કે કોંગ્રેસ ફરી સત્તામાં આવશે તો જે રીતે મફત શિક્ષણ ચાલે છે એ જ રીતે તમામ બાળકોને અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરાવાશે અને તે ફરજિયાત કરાશે. તેના માટે અમુક નિયમ બનાવાશે. 

ગેરન્ટી નંબર 4

ગેહલોતે ચોથી ગેરન્ટી આપી કે રાજસ્થાનમાં હવે પ્રાકૃતિક આપત્તિ આવશે તો સરકાર 15 લાખ રૂ.નો વીમા કરશે અને તે અનુસાર જ આપત્તિમાં થયેલી નુકસાનની ભરપાઈ કરશે. 

ગેરન્ટી નંબર 5

પાંચમી ગેરન્ટી ગેહલોતે સરકારે આપી છે કે સરકાર ફરી સત્તામાં આવશે તો ઓપીએસ ગેરન્ટી કાયદો લાવશે. એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ અંગે ગેરન્ટી કાયદો લાવશે. જેનાથી લોકોને મોટો ફાયદો થશે. 

આ ગેરન્ટીઓ પહેલાથી આપી દેવાઇ છે 

અગાઉ બે ગેરન્ટી પ્રિયકાં ગાંધીએ (Priyanka Gandhi) રાજસ્થાનના લોકોને આપી હતી. પ્રથમ ગેરન્ટી એ કે 500 રૂપિયામાં સિલિન્ડર જેનો લાભ 76 લાખ પરિવારને મળી રહ્યો હતો અને હવે 1 કરોડ 5 લાખ પરિવારને મળશે. આ ઉપરાંત બીજી ગેરન્ટી એ છે કે મહિલાઓને દસ હજાર રૂપિયા વાર્ષિક આપવાની ગેરન્ટી. તે પણ આગામી સરકારી આપશે. 

રાજસ્થાન માટે કોંગ્રેસે જાહેર કરી વધુ 5 ગેરન્ટી; ખેડૂતો, યુવાઓના સહારે ગેહલોતને સત્તાવાપસીની આશા 2 - image


Google NewsGoogle News