રાજસ્થાનના નાગોરમાં ભયાનક માર્ગ અકસ્માત, ચૂંટણી ફરજ પર જતા 5 પોલીસ જવાનોના મોત
પોલીસ જવાનો ભરેલી ગાડી ટ્રકમાં ઘુસી જતા આ અકસ્માત સર્જાયો
Rajasthan Accident : રાજસ્થાનના નાગોર જિલ્લામાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 5 પોલીસ કર્મીઓના મોત થયા છે. ઘટનાની જન થતા તરત જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીયા હતા. દૂર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ જવાન ચૂંટણી ડ્યુટીમાં જઇ રહ્યાં હતા. પોલીસ જવાનો ભરેલી ગાડી ટ્રકમાં ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. આ તમામ જવાન પીએમ મોદીની સભામાં જઇ રહ્યાં હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.
પીએમની સભા માટે ડ્યૂટીમાં જતા હતા
નાગોર જિલ્લાના ખીવસર પોલીસ સ્ટેશનના જવાનોને અકસ્માત નડ્યો છે. નાગોરથી ચૂરુ જિલ્લામાં પ્રવેશ પછી આ દૂર્ઘટના સર્જાઇ છે. ચૂરુ જિલ્લાના તારાનગરમાં પીએમ મોદીની જનસભા છે. ચૂંટણી ડ્યુટી હેઠળ પોલીસ જવાનોની ગાડી ચૂરૂ જઇ રહી હતી. પીએમ મોદી આજે શેખાવાટીના પ્રવાસે છે. સાડા 10 વાગ્યે તારાનગરમાં સભાને સંબોધિત કરશે. અહીં થોડા દિવસ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સભા સંબોધી હતી.