'આવું જ ચાલશે તો હું મારીશ...' ભાજપના ધારાસભ્ય સરકારી અધિકારીઓ પર ભડક્યાં, જાણો મામલો
Rajasthan MLA Angry On Government Officials: રાજસ્થાનની ભજનલાલ સરકારમાં સુનાવણી ન થવાના કારણે ભાજપના ધારાસભ્યોમાં પોતાની જ સરકાર પ્રતિ અસંતોષ વધી રહ્યો છે. અજમેરમાં મંત્રીની સામે જ ભાજપ ધારાસભ્ય અનિતા ભદેલ ગુસ્સે થઈ ગયાં હતી. ભદેલે આરોપ લગાવ્યો કે, અધિકારીઓ ભ્રષ્ટ છે. પૈસા લઈને કામ કરે છે.
'જો આવું રહ્યું તો હું તેને મારીશ'
ગુસ્સે થયેલા અનિતા ભદેલે કહ્યું કે, 'જો આવું જ ચાલશે તો હું મારીશ.' હકીકતમાં શહેરી વિકાસ અને સ્વ-સરકારી મંત્રી ઝાબર સિંહ ખર્રા અજમેરમાં જનતા સુનાવણી માટે ગયા હતાં. અહીં અજમેર દક્ષિણની ધારાસભ્ય અનિતા ભદેલ ગુસ્સે થઈ ગયાં. ધારાસભ્યએ કહ્યું કે, અધિકારી કોઈ ભૂલ વિના લોકોના ઘર અને ગાડાઉન સીઝ કરી રહ્યાં છે.
'ધારાસભ્ય ફોન કરે તો 50 હજાર બીજા માગે છે'
ધારાસભ્યએ કહ્યું કે, ન તો નોટિસ આપવામાં આવી રહી છે અને ન તો કાગળ જોવામાં આવી રહ્યાં છે. ગેસ ગોડાઉન સીઝ હોવાના કારણે 15 હજાર ગ્રાહકો પરેશાન છે. બધાંની પાસે માન્ય કાગળ છે. પરંતુ, ડેપ્યુટિ કમિશનર સહિત કોઈપણ અધિકારી ધારાસભ્યનો ફોન નથી ઉપાડતા. જો ફોન કરી દીધો તો પીડિત વ્યક્તિને મળવા જાય ત્યારે કહે કે, ધારાસભ્ય પાસે ફોન કરાવ્યો, હવે બીજા 50 હજાર રૂપિયા આપો.
આ પણ વાંચોઃ 'કોઈ વ્યક્તિ વસ્ત્રથી નહીં વચનથી યોગી બને છે...', અખિલેશ યાદવના CM યોગી પર આડકતરા પ્રહાર
ઉપાયુક્તે ફોન ન ઉપાડ્યો
ધારાસભ્યએ પણ જીદ પકડી કે, મંત્રીની સામે ડેપ્યુટી કમિશનરને ફોન લગાવવામાં આવે. ફોન લગાવ્યો તેમ છતાં ડેપ્યુટી કમિશનરે ફોન ન ઉપાડ્યો. ત્યારબાદ મંત્રીએ પણ ધારાસભ્યને આશ્વાસન આપ્યું કે, હું આ મામલે તપાસ કરીશ અને અધિકારી ન સાંભળે તો કાર્યવાહી કરવામાં આવશે. જોકે, ધારાસભ્યની ફરિયાદ બાદ અજમેર ડેવલપમેન્ટ ઓથોરિટી કમિશનરે ડેપ્યુટી કમિશનરોને હટાવ્યા ન હતા પરંતુ માત્ર તેમના ઝોન બદલ્યા હતાં.