ભાજપના મંત્રીએ વચન નિભાવ્યું! લોકસભા ચૂંટણીના પરિણામ બાદ આપ્યું રાજીનામું, આ છે કારણ
Kirodi Lal Meena : લોકસભા ચુંટણી 2024 ના પરિણામો આવ્યા બાદથી જ ડૉ. કિરોડી લાલ મીણાએ સરકારી સુવિધાઓનો ઉપયોગ કર્યો નથી. જેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે ટૂંક સમયમાં રાજીનામું આપવાના છે. કિરોડી લાલ મીણાના સોશિયલ મીડિયા પર રઘુકુલ રીત સદા ચલી આઇ, પ્રાણ જાય પર વચન ન જાય- quote બાદ સ્પષ્ટ થઇ ગયું હતું કે ડૉ. કિરોડી લાલ મીણા પોતાનું વચન નિભાવવાના છે.
રાજસ્થાન સરકારમાં કૃષિ અને ગ્રામીણ મંત્રી કિરોડીલાલ મીણા (Kirodilal Meena) એ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. કિરોડીલાલ મીણાએ લગભગ 10 દિવસ પહેલાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માને રાજીનામું સોંપી દીધું હતું હવે તેની સાર્વજનિક રૂપથી જાહેરાત કરી છે.
જોકે કોંગ્રેસી નેતા સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. કારણ કે ચુંટણી દરમિયાન કિરોડીલાલ મીણાએ કહ્યું હતું કે જો પૂર્વ રાજસ્થાનની 7 સીટોમાં ભાજપ એકપણ સીટ હારે છે તો તે રાજીનામું આપી દેશે. દૌસા સીટ પરથી ભાજપની હાર થઇ હતી. આ સાત સીટોમાંથી ભાજપ 4 સીટો હાર ગઇ જેમાં દૌસા, કરોલી-ધૌલપુર, ટોંક-સવાઇ માધોપુર અને ભરતપુર સીટનો સમાવેશ થાય છે.
આ પહેલાં જ્યારે કિરોડીલાલ મીણા કેબિનેટ બેઠકમાં સામેલ ન થવાને લઇને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે એક ટીવીને કહ્યું હતું કે 'હું મંત્રી પદેથી રાજીનામું આપી દઇશ. એટલા માટે કેબિનેટની બેઠકમાં સામેલ થયો નથી. જોકે સીએમ ભજનલાલે મને કહ્યું કે તમારું રાજીનામું સ્વિકારવામાં નહી આવે.' કિરોડીલાલ મીણાએ કહ્યું કે કોઇ નારાજગી નથી, જોકે મેં પબ્લિકમાં કહ્યું હતું કે ભાજપ 7 સીટોમાંથી કોઇપણ હારી હારી જશે તો રાજીનામું આપી દઇશ, એટલા માટે મેં રાજીનામું આપી દીધું.
તમને જણાવી દઇએ કે ભાજપની 4 સીટો ભરતપુર, ધૌલપુર-કરોલી, દૌસા અને ટોંક-સવાઇમાધોપુરમાં ચુંટણીમાં હાર બાદ વિરોધીઓ તરફથી કિરોડીને તેમના વચન યાદ અપાવવામાં આવતા હતા અને રાજીનામાની માંગ કરવામાં આવતી હતી. જોકે કિરોડી લાલ મીણાને પ્રચાર દરમિયાન પીએમ મોદીને દૌસા સહિત 7 સીટોની જવાબદારી આપી હતી. પરંતુ અહીં હારનો સામનો કર્યો પડ્યો હતો.
કેમ રાજીનામું આપ્યું?
ઉલ્લેખનીય છે કે ટોંકમાં સીએમ ભજનલાલ શર્માની હાજરીમાં કિરોડી લાલ મીણાએ કહ્યું કે જો કોઈ 5 વર્ષમાં સુખબીર જૌનાપુરીયાને પરાજિત કરનારા હરિશ મીણાના મોબાઇલ નંબર અને ઠેકાણાં બતાવી દેશે તો હું રાજનીતિ છોડી દઈશ. કિરોડી લાલ મીણાએ જૌનાપુરિયા માટે કહ્યું હતું કે તે સાંસદ રહ્યા અને 10 વર્ષ સુધી સેવા કરી પણ ભગવાન જાણે તમે કોના ઝાંસામાં આવી ગયા અને તેમને હરાવી દીધા.