Get The App

ભાજપનું બેવડું વલણ : રાજસ્થાન સરકારે 450 સરકારી સ્કૂલો બંધ કરી, તમામ હિન્દી મીડિયમની

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
ભાજપનું બેવડું વલણ : રાજસ્થાન સરકારે 450 સરકારી સ્કૂલો બંધ કરી, તમામ હિન્દી મીડિયમની 1 - image
પ્રતિકાત્મક તસવીર

Rajasthan BJP Government Shutdown 450 Govt School: રાજસ્થાનમાં પ્રાઇમરી સ્કૂલ બાદ હવે 160 સેકન્ડરી સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભજનલાલ સરકારે ગત 10 દિવસોમાં 190 પ્રાઇમરી સ્કૂલ અને 260 સેકન્ડરી સ્કૂલ સહિત 450 સરકારી શાળાને બંધ કરી દેવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ નિયામક આશિષ મોદીએ રાજ્યભરમાં 260 સરકારી શાળા બંધ કરવાનો આદેશ કર્યો છે. જોકે, અંગ્રેજી માધ્યમની મહાત્મા ગાંધી સ્કૂલ બંધ કરવામાં નથી આવી. મળતી માહિતી મુજબ, બંધ થનારી તમામ શાળા હિન્દી માધ્યમની છે. 

કન્યા શાળા પણ બંધ કરાઈ

આ શાળાઓમાંથી બિકાનેરમાં ભાજપ ધારાસભ્ય અંશુમન સિંહ ભાટીના ઘર પાસે સ્થિત એક કન્યા શાળાને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ શાળા એક જ પરિસરમાં બે શાળાનું સંચાલન કરી રહી હતી, જેને બંધ કરીને કુમાર શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. આ નિર્ણયના વિરોધમાં સ્થાનિક લોકોએ અવાજ ઉઠાવ્યો છે. કારણ કે, આ શાળામાં આશરે 300 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી હતી.

આ પણ વાંચોઃ Fact Check : શું બિલ ગેટ્સ કાશી વિશ્વનાથ મંદિર અને મહાકુંભમાં ગયા હતા? જાણો વાયરલ તસવીરનું સત્ય

260 શાળા બંધ કરાઈ

બંધ કરવામાં આવેલી 260 શાળામાંથી 14 શાળાની સીનિયર સેકન્ડરી સ્કૂલ પણ છે. આ શાળામાં બાળકોનું નામાંકન પણ એકદમ ઓછું હતું, જેથી આ શાળાઓને બંધ કરી નજીકની બીજી શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. જેમાં જયપુર, અજમેર, પાલી, બ્યાવર, બીકાનેર, હનુમાનગઢ, ઉદયપુર અને જોધપુરની શાળાનો સમાવેશ થાય છે. આ પ્રકારે પ્રાઇમરી શિક્ષાના 9 શાળાઓને તેની નજીકની હાયર સેકન્ડરી સ્કૂલમાં મર્જ કરી દેવામાં આવી છે. 

શિક્ષા મંત્રીએ શાળા બંધ કરવાનું કારણ જણાવ્યું

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરનું કહેવું છે કે, કોંગ્રેસ સરકારે સમજ્યા વિચાર્યા વિના ચૂંટણી જીતવા માટે શાળાઓ ખોલી દીધી છે, જ્યાં ન તો બાળકો છે અને ન તો શિક્ષકો છે. આવી શાળામાં બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. બાળકોના સારા ભણતર માટે સ્કૂલ બંધ કરવામાં આવી છે અને અમુક શાળાઓની બીજી શાળાઓમાં મર્જ કરી દેવામાં આવી છે. એક જ પરિસરમાં ત્રણ-ત્રણ શાળા સંચાલિત થઈ રહી હતી, એવામાં ત્રણ શાળાને મર્જ કરીને એક બનાવી દેવાામાં આવી છે. જેથી, બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે અને ત્યાં શિક્ષક પણ હાજર હોય.

આ પણ વાંચોઃ તેરી ભી ચુપ મેરી ભી ચુપ : ક્રિમિનલ કેસ છતાં ઘણાં ઉમેદવાર બનાવ્યાં, સુપ્રીમના આદેશને ઘોળીને પી ગયા રાજકીય પક્ષો

સરકારી શાળાઓેને મર્જ કરવાના મુદ્દે નેતા પ્રતિપક્ષ ટીકારામ જૂલીએ સરકાર પર જોરદાર નિશાન સાધ્યા છે. નેતા પ્રતિપક્ષ ટીકારામ જૂલીએ કહ્યું કે, સરકારની શિક્ષણ નીતિ ગરીબ અને કમજોર વર્ગના બાળકોને શિક્ષાથી વંચિત કરવાની છે. શાળાને બંધ કરવાનો નિર્ણય નિંદનીય છે. સરકાર શાળાને સ્કૂલ બંધ કરવાની જગ્યાએ તેમાં સુધારો અને વિસ્તાર પર ધ્યાન આપે. 



Google NewsGoogle News