Get The App

બિકાનેર ફિલ્ડ ફાઈરિંગ રેન્જમાં તોપના પરીક્ષણ વખતે બ્લાસ્ટ, 2 જવાન શહીદ થયા, એક ઈજાગ્રસ્ત

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
બિકાનેર ફિલ્ડ ફાઈરિંગ રેન્જમાં તોપના પરીક્ષણ વખતે બ્લાસ્ટ, 2 જવાન શહીદ થયા, એક ઈજાગ્રસ્ત 1 - image


Rajasthan Bikaner News: રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તોપના પરીક્ષણ વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ થવાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટનામાં બે સૈનિકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ પણ વાંચોઃ લડાઈ મંત્રીપદની નહીં, અસ્મિતાની છે...', દિગ્ગજ નેતા બળવાના મૂડમાં, મહાયુતિનું ટેન્શન વધાર્યું  

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના? 

માહિતી અનુસાર મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના નોર્થ કેમ્પમાં ચાર્લી સેન્ટરમાં તોપમાં દારૂગોળો ભરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનને સુરતગઢની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

સુરક્ષા પ્રોટોકોલ પર સવાલ ઊઠ્યાં 

ઘટનાની જાણ થતાં જ ટોચના સૈન્ય અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં આ પરીક્ષણ ક્ષેત્રને સંપૂર્ણપણે સીલ મારી દેવામાં આવ્યો છે જેથી તપાસ કરી શકાય. મહાજન ફિલ્ડ રેન્જમાં આ બીજી દુર્ઘટના હતી. અગાઉ પણ આવી જ એક દુર્ઘટનામાં એક જવાન મૃત્યુ પામ્યો હતો. જેના લીધે આવી ઘટનાઓએ સુરક્ષા પ્રોટોકોલ અને ઉપકરણોની તપાસ પર સવાલો સર્જાયા છે. 


Google NewsGoogle News