પાડોશી રાજ્યની ભાજપ સરકારે કોંગ્રેસની આ યોજના બંધ કરતાં ગેહલોત ભડક્યાં, યુવાનો થશે બેરોજગાર!

રાજસ્થાનમાં રાજીવ ગાંધી યુવા મિત્ર ઈન્ટર્નશિપ યોજાના બંધ

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
પાડોશી રાજ્યની ભાજપ સરકારે કોંગ્રેસની આ યોજના બંધ કરતાં ગેહલોત ભડક્યાં, યુવાનો થશે બેરોજગાર! 1 - image


CM Bhajanlal Sharma: રાજસ્થાનની નવી ભજનલાલ સરકારે જૂની ગેહલોત સરકારની એક ખાસ યોજના બંધ કરી દીધી છે. જેનું નામ રાજીવ ગાંધી યુવા મિત્ર ઈન્ટર્નશિપ યોજના હતું. સ્ટેટિસ્ટિક્સ વિભાગે 31મી ડિસેમ્બરે આ યોજના બંધ કરી દેવા આદેશ આપ્યો છે. 

યુવાનો બેરોજગાર થઈ જશે!

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજીવ ગાંધી યુવા મિત્ર ઈન્ટર્નશિપ યોજાના બંધ કરી દેવાથી રાજસ્થાનના આશરે પાંચ હજાર જેટલા યુવાનો બેરોજગાર થઈ જશે. આ યોજના રાજ્યની ગેહલોત સરકાર દ્વારા 2021-22માં શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ યુવાનોને સરકારના વિવિધ વિભાગોમાં 6 મહિનાથી 2 વર્ષ સુધીની ઈન્ટર્નશિપ કરી શકતા અને દર મહિને 10,000 રૂપિયા આપવામાં આવતા હતા. આ યોજના દ્વારા સરકારી યોજનાઓનો પ્રચાર કરવામાં આવતો હતો.

સરકાર વ્યર્થ ખર્ચ રોકવા માંગે છે

ભજનલાલ સરકારે આ યોજના પર યોજના કાતર ચલાવી છે. કારણ કે, તે વ્યર્થ યોજનાઓને રોકવા માગ છે. ત્યારે સચિવાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ભજનલાલ સરકાર ગેહલોત રાજની મુખ્ય યોજનાઓ સિવાયની તમામ યોજનાઓ બંધ કરશે જે ખોટા ખર્ચને પ્રોત્સાહન આપતું હતું. કારણ કે, માહિતી અને જનસંપર્ક વિભાગ પાસે સરકારી યોજનાઓના પ્રચાર માટે પૂરતા સાધનો છે. એક રીતે સરકાર આ યોજનાને રેવડી માની રહી છે. 

ઉપરાંત રાજ્ય સરકાર પર સતત દેવું વધી રહ્યું હતું. આરબીઆઈના રિપોર્ટ અનુસાર,2022-23માં રાજસ્થાનનું કુલ દેવું વધીને 5 લાખ 37 હજાર કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. જે એક વર્ષ પહેલા 4 લાખ 58 હજાર કરોડ રૂપિયા હતું. દેવાની બાબતમાં દેશમાં પંજાબ બાદ રાજસ્થાન બીજા ક્રમે છે. 

સવારે જાહેરાત અને સાંજે યોજના બંધ

આ પહેલા સોમવારે સવારે ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે એક કાર્યક્રમને સંબોધિત કરતા રાજસ્થાન સીએમ ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે, ગેહલોત રાજની કોઈપણ યોજનાને બંધ કરવામાં આવશે નહી. પરંતુ તેના બદલે તેઓ વધું અસરકારક રીતે અમલમાં આવશે. તેમણે કહ્યું કે, ચિરંજીવી યોજનાનો વ્યાપ વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવશે. સાથે હોસ્પિટલોમાં દવાઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે. 

પૂર્વ સીએમ અશોક ગેહલોતનો વળતો પ્રહાર 

રાજીવ ગાંધી યુવા મિત્ર યોજના બંધ થવાની સાથે જ રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે વળતો પ્રહાર કરતા કહ્યું કે, યુવાનો સરકારી યોજનાઓને દરેક ઘર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે તેમની આ યોજના બંધ કરવી યોગ્ય નથી. આ તમામ યુવાનો ઘરે ઘરે જઈને જાગૃતિ ફેલાવીને સરકારને મદદ કરી રહ્યા હતા. જો સરકારને આ યોજનામા કોઈ સમસ્યા હતી તો તે તેનું નામ અટલ બિહારીના નામ પર રાખી શકી હોત. પરંતુ યોજના બંધ કરવાની નહતી. 

નવા વર્ષ પર બેરોજગારી ભેટ: દોટાસરા

આ યોજના બંધ કરવા પર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાએ પણ સરકાર પર નિશાન સાધ્યું હતું તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ભાજપ સરકારે નવા વર્ષ પહેલા ભાજપ સરકારે આ યોજના પર કાતર ચલાવીને હજારો યુવાનોને બેરોજગારીની ભેટ આપી છે. 


Google NewsGoogle News