તમારે અહીં કરાચી બનાવવાનું છે? હાલમાં જ બનેલા ધારાસભ્યનો ભર બજારમાં હોટલની બહાર બબાલનો VIDEO વાયરલ

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
તમારે અહીં કરાચી બનાવવાનું છે? હાલમાં જ બનેલા ધારાસભ્યનો ભર બજારમાં હોટલની બહાર બબાલનો VIDEO વાયરલ 1 - image


Image Source: Twitter

- બાલમુકુન્દ આચાર્યએ લાઈસન્સ વગર ચાલી રહેલી નોનવેજ ફૂડ સ્ટોલ અને હોટલોને લઈને મોર્ચો ખોલી દીધો છે

જયપુર, તા. 05 ડિસેમ્બર 2023, મંગળવાર

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમા બીજેપીએ પ્રચંડ જીત મેળવી છે. ત્યારે રાજધાની જયપુરના હવા મહલ બેઠક પરથી ચૂંટણી જીતી હાલમાં જ બનેલા ધારાસભ્ય બાલમુકુન્દ આચાર્ય ફૂલ એક્શન મોડમાં નજર આવી રહ્યા છે. લાઈસન્સ વગર ચાલી રહેલી નોનવેજ ફૂડ સ્ટોલ અને હોટલોને લઈને તેમણે મોર્ચો ખોલી દીધો છે. હવે તેમનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નોનવેજ ફૂડ સ્ટોલને બંધ કરાવવાનું અલ્ટીમેટમ આપ્યા બાદ બાલમુકુન્દ પોતાના સમર્થકો સાથે અપરાકાશી વિસ્તારમાં એમ-એમ ખાન નામની હોટલ સામે પહોંચી ગયા અને ત્યાં હોટલ માલિક પાસે લાઈસન્સ માંગવા લાગ્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે, આ અપરાકાશી છે શું તમારે અહીં કરાચી બનાવવાનું છે?

ન તો ખાઈશ અને ન તો ખાવા દઈશ: બાલમુકુન્દ આચાર્ય

એમ-એમ ખાન નામની હોટલની બહાર પહોંચેલા બાલમુકુન્દ આચાર્યએ કર્મચારીઓને કહ્યું કે, ક્યા છે લાઈસન્સ. લાઈસન્સ બતાવો. સાંભળો આની અવગણના ના કરશો. દિમાગમાંથી કાઢી નાખજો. હું મીઠાઈ ખાવાવાળો નથી. ન તો ખાઈશ અને ન તો ખાવા દઈશ. એક પર્સેન્ટ પણ દિમાગમાં ન રાખશો. એક જણ પાસે પણ લાઈસન્સ નથી, આગળ કબ્જો કરી રાખ્યો છે. અહીં ટૂરિસ્ટો કેવી રીતે આવશે. દુર્ગંધ ફેલાવી રાખી છે.આ અપરકાશી છે શું તમારે અહીં કરાચી બનાવવાનું છે?

હવા મહલ વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા બાદ બાલમુકુંદ આચાર્ય પોતાના વિસ્તારમાં ખૂબ જ સક્રિય થઈ ગયા છે. સોમવારે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો જેમાં જીત બાદ તેઓ લોકોની વચ્ચે જ ફોન પર અધિકારીને નોનવેજ ફૂડ સ્ટોલ હટાવવાનું અલ્ટિમેટમ આપી રહ્યા હતા.


Google NewsGoogle News