રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જુઓ લીસ્ટ

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી સચિવ નિરંજન આર્યને સોજત બેઠક પરથી ટિકિટ અપાઈ

કોંગ્રેસની બીજી યાદીમાં વિશ્વેન્દ્ર સિંહ, રઘુ શર્મા સહિત ઘણા મોટા નામોનો સમાવેશ

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જુઓ લીસ્ટ 1 - image

ઉદેપુર, તા.22 ઓક્ટોબર-2023, રવિવાર

Rajasthan Assembly Election candidate List : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે (Congress) ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 43 નામોનો સમાવેશ થાય છે. આ યાદીમાં ઘણા મોટા નામો છે, જેમાં ડીગ વિધાનસભા બેઠક પરથી વિશ્વેન્દ્ર સિંહ, કેકરીથી રઘુ શર્મા અને સિવિલ લાઈન્સથી પ્રતાપ સિંહ ખાચરિયાવાસને ટિકિટ અપાઈ છે. ઉપરાંત મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot)ના નજીકના કહેવાતા પ્રમોદ જૈન ભાયાને અંતા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી સચિવ નિરંજન આર્યને સોજત બેઠક પરથી ટિકિટ અપાઈ છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જુઓ લીસ્ટ 2 - image

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જુઓ લીસ્ટ 3 - image

ગેહલોત સરકારના આ મંત્રીઓને અપાઈ ટિકિટ

ગેહલોત સરકારના જે વર્તમાન મંત્રીઓને ટિકિટ અપાઈ છે, તેમાં ગોવિંદ રામ મેઘવાલ, ડૉ.બી.ડી.કલ્લા, મુખ્યમંત્રીના ઓએસડી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ, વિશ્વેન્દ્ર સિંહ, પ્રસાદી લાલ મીના, ઉદય લાલ, પ્રમોદ જૈન ભાયા, શકુંતલા રાવત, રામલાલ જાટ અને સુખરામ વિશ્નોઈ છે. જ્યારે દૂદૂ બેઠક પરથી બાબૂ લાલ નાગરને ટિકિટ અપાઈ છે, જેઓ ગેહલોતના નજીકના અને વફાદાર હોવાનું કહેવાય છે. તેમણે ગત વખતે અપક્ષમાંથી ચૂંટણી લડી હતી, ઉપરાંત અશોક ગેહલોતના નેતૃત્વમાં રાજસ્થાન સરકાર બનાવવામાં મદદ કરી હતી.

અગાઉ કોંગ્રેસે 33 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી

કોંગ્રેસ અગાઉ 33 નામોની જાહેરાત કરી હતી, જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ અધ્યક્ષ સી.પી.જોશીને પણ ટિકિટ અપાઈ છે. કોંગ્રેસે 33માંથી 32 ઉમેદવારોને રિપિટ કર્યા છે. પ્રથમ યાદીમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટના નામ પણ સામેલ છે. આ વખતે સીએમ અશોક ગેહલોતને સરદારપુરાથી અને સચિન પાયલટ (Sachin Pilot)ને ટોંક વિધાનસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપ લાવશે. ઉપરાંત ગોવિંદ સિંહ દોતાસરા લછમનગઢથી અને મુકેશ ભાકર લડનુનથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં પાંચ મંત્રીઓને સ્થાન આપ્યું, જ્યારે બે ધારાસભ્યોની ટિકિટ રદ કરી. ચિત્તોડથી ચંદ્રભાન સિંહ અને સાંગાનેરથી અશોક લાહૌતીની ટિકિટ રદ કરવામાં આવી. ઉપરાંત સંતોષ અહલાવતને સૂરજગઢથી ટિકિટ આપવામાં આવી... ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનમાં આવતા મહિને 25 નવેમ્બરે મતદાન યોજાવાનું છે, જ્યારે 3 ડિસેમ્બર પરિણામ જાહેર થવાનું છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જુઓ લીસ્ટ 4 - image

પ્રથમ યાદીમાં પાયલટ જૂથના ચાર નેતાઓને ટિકિટ મળી 

200 વિધાનસભા સીટ માટે કોંગ્રેસે પહેલી યાદીમાં માત્ર 33 ઉમેદવારો જ જાહેર કર્યા છે. આ નામોમાં 32 નામ તો ગયા વખતના જ રિપીટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં સચિન પાયલટ જૂથના ચાર નેતાઓને ટિકિટ મળી છે. જેમાં વિરાટનગરથી ઈન્દ્રસિંહ ગુર્જર, લાડનુન સીટથી મુકેશ ભાકર, પરબતસર સીટથી રામનિવાસ ગાવડીયા અને નોહર સીટથી અમિત ચચાનને ટિકિટ મળી છે.


Google NewsGoogle News