CM અશોક ગેહલોતે PM મોદીના કાર્યક્રમમાં ન જવાનું આપ્યું કારણ, ભાજપ પર સાધ્યું નિશાન

CM અશોક ગેહલોત PMના જોધપુરમાં યોજાયેલ કાર્યક્રમમાં કેમ ન ગયા, તેનો પોતે જ ખુલાસો કર્યો

ગેહલોતે ભાજપ પર આકરા પ્રહારો કરી વસુંધરા રાજ-કૈલાશ મેઘવાલ અંગે પણ કહી મોટી વાત

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
CM અશોક ગેહલોતે PM મોદીના કાર્યક્રમમાં ન જવાનું આપ્યું કારણ, ભાજપ પર સાધ્યું નિશાન 1 - image

જયપુર, તા.23 ઓક્ટોબર-2023, સોમવાર

દેશમાં 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Assembly Election-2023)માં જીત મેળવવા કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ખાસ કરીને બંને પક્ષો વચ્ચે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જોરદાર ટક્કર જોવા મળી રહી છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત (Rajasthan CM Ashok Gehlot) સરદારપુરાની બેઠક પરથી ચૂંટણી લડવાના છે, ત્યારે તેમણે ભાજપ નિશાન સાધતા કહ્યું કે, આખરે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની જોધપુર કાર્યક્રમમાં કેમ સામેલ થયા ન હતા.

‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી મારી નકલ કરી રહ્યા છે’

અશોક ગેહલોતે કહ્યું કે, ‘હું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સન્માન કરું છું, પરંતુ તેઓ જોધપુર આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ન આવ્યા... તેમના રાજસ્થાનમાં ઘણા કાર્યક્રમો હોય છે... ઔપચારિકતા માટે લોકાર્પણ અને શિલાન્યાસના કામ માટે જવાનું હોય છે. ઘણીવાર આપણને સમય મળતો નથી, તેથી આપણે જઈ શકતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી મારી નકલ કરી રહ્યા છે. અમે કામની ગેરંટી આપી હતી કે કર્ણાટકમાં... તેવી જ ગેરંટી તેઓ રાજસ્થાનમાં પણ આપવા જઈ રહ્યા છે...’ 

ભાજપ ભયભીત છે, સાંસદોને ચૂંટણીમાં ઉતાર્યા : ગેહલોત

આ ઉપરાંત ગેહલોતે BJP પર નિશાન સાધતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ભયભીત છે. સાંસદોને વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારી દીધા... ભાજપમાં કાર્યકર્તા ન હતા... રોજબરોજ ઝઘડા થઈ રહ્યા છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત (Gajendra Singh Shekhawat) ભયભીત છે. તેઓ આરોપી નથી તો તેમણે જામીન માટે કોર્ટ જવાની શું જરૂર છે ? હવે ગજેન્દ્ર સિંહ શેખાવત એટલા ડરપોક છે કે, તેઓ SOGની ચાલને રોકવા કોર્ટમાં પહોંચ્યા છે.

ગેહલોતે વસુંધરા રાજે પર પણ સાધ્યું નિશાન

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, મારા કારણે વસુંધરા રાજે (Vasundhara Raje)ને ઉપવાસ પર રખાયા, ત્યારબાદ કૈલાશ મેઘવાલજી (Kailash Meghwal) અને હવે જોધપુરની જીજી સૂર્યકાંતા વ્યાસ (Suryakanta Vyas)ને નજરઅંદાજ કરી ટિકિટ કાપી નાખી, આ બધાને તેની જ સજા મળી છે. જીજી તો સારું કામ કરે છે અને મારા વિશે પણ બોલે છે, તે કોઈ ખોટું નથી.


Google NewsGoogle News