ભાજપે વિવાદાસ્પદ નેતા રમેશ બિધૂડીને આપી રાજસ્થાનમાં એન્ટ્રી, ટોંક જિલ્લાના પ્રભારી બનાવ્યા

ભાજપે સચિન પાયલટના ગઢમાં કોંગ્રેસને ટક્કર આપવા રમેશ બિધૂડીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા

રમેશ બિધૂડીએ તાજેતરમાં જ લોકસભામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા ભારે વિરોધ થયો હતો

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
ભાજપે વિવાદાસ્પદ નેતા રમેશ બિધૂડીને આપી રાજસ્થાનમાં એન્ટ્રી, ટોંક જિલ્લાના પ્રભારી બનાવ્યા 1 - image

જેસલમેર, તા.27 સપ્ટેમ્બર-2023, બુધવાર

રાજસ્થાનમાં આ વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી (Rajasthan Assembly Election)ને લઈને તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે, ત્યારે વિવાદાસ્પદ નેતા રમેશ બિધૂડી (Ramesh Bidhuri)ની રાજસ્થાનમાં એન્ટ્રી અંગે મોટા અહેવાલો સામે આવ્યા છે. સચિન પાયલટના ગઢમાં કોંગ્રેસ (Congress)ને ટક્કર આપવા BJPએ રમેશ બિધૂડીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે બિધૂડીને ટોંક (Tonk Sheet) જિલ્લામાં ચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપી છે.

રાજસ્થાનની ચૂંટણીમાં ટોંક બેઠક ખુબ જ મહત્વપૂર્ણ

તાજેતરમાં જ સચિન પાયલોટ (Sachin Pilot)એ ટોંકની મુલાકાતે ગયા હતા... આ દરમિયાન જનતાએ પાયલોટને પૂછ્યું કે, શું તેઓ ફરી ટોંકથી ચૂંટણી લડશે ? આ સવાલ પર પાયલોટે કહ્યું હતું કે, ટોંક પર સૌની નજર છે... જોકે તેમને વિશ્વાસ છે કે, ટોંકના મતદારો ગત મતદાન કરતા પણ વધુ મતો આપી પોતાનો જ રેકોર્ડ તોડી દેશે. આ દરમિયાન તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો, પરંતુ ટોંક બેઠક પરના દાવેદારોની કતારને લઈને ઈશારો કરી દીધો હતો. આવી સ્થિતિમાં ભાજપે ચૂંટણી મેદાનમાં રમેશ બિધૂડીને ઉતારતા કોંગ્રેસ માટે પડકારજનક બની શકે છે.

બિધૂડીએ લોકસભામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી વિવાદ સર્જ્યો હતો

ઉલ્લેખનિય છે કે, દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધૂડી સંસદના વિશેષ સત્રના ચોથા દિવસે લોકસભા (Parliament)માં ચંદ્રયાન-3ની સફળતા અંગે બોલી રહ્યા હતા અને તેનો શ્રેય પીએમ મોદી (PM Modi)ને આપવા પર ભાર મૂકી રહ્યા હતા. જોકે આ દરમિયાન BSPના સાંસદ દાનિશ અલી (Danish Ali)એ જ્યારે તેમને ટોક્યા તો બિધૂડી ભડકી ઊઠ્યા અને તેમણે દાનિશ અલી માટે વાંધાજનક શબ્દોનો પ્રયોગ ગૃહમાં જ કરી નાખ્યો હતો. તેઓએ દાનિશ અલી માટે ઉગ્રવાદી, આતંકવાદી, મુલ્લા વગેરે જેવા અત્યંત ઉશ્કેરણીજનક મુસ્લિમવિરોધી શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. તે સમયે બિધૂડીની ભાષાને લઈને ઘણા સવાલો ઉઠ્યા... ત્યારબાદ સંસદની કાર્યવાહીમાંથી બિધૂડીનું નિવેદન હટાવી દેવામાં આવ્યું... 

રમેશ બિધૂડી જયપુર જવા રવાના થયા

ભાજપ દ્વારા નવી જવાબદારી મળ્યા બાદ ટોંક આવ્યા અને તેમણે સવાઈ માધોપુર સાંસદ સુખબીર જૌનાપુરિયા (Sukhbir Jaunapuria) સાથે મુલાકાત કરી... ત્યારબાદ તેઓ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ગુર્જરની આગેવાની હેઠળ યોજાયેલ કાર્યકર્તાઓની બેઠકમાં ઉપસ્થિત રહ્યા... હાલ તેઓ જયપુર (Jaipur) જવા માટે રવાના થયા છે.


Google NewsGoogle News