રાજસ્થાનમાં BJPની સરકાર બની રહી છે, જનતા જાદુગર બનીને ગેહલોતને ગાયબ કરી દેશે: અમિત શાહ
Image Source: Twitter
- રાજસ્થાનના દરેક ખૂણે જનતાએ પરિવર્તનનો મૂડ બનાવી લીધો છે: અમિત શાહ
જયપુર, તા. 23 નવેમ્બર 2023, ગુરૂવાર
રાજસ્થાનમાં 25 નવેમ્બરના રોજ થનાર વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલ પ્રચાર અભિયાન આજે સાંજે બંધ થઈ જશે. તે પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં આગામી સરકાર બીજેપીની બની રહી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, રાજસ્થઆનની સરકારે પરિવર્તનનો મૂડ બનાવી લીધો છે. કોંગ્રસને વિદાય આપવાનું લોકોએ મન બનાવી લીધુ છે.
गहलोत सरकार में तुष्टिकरण की राजनीति चरम सीमा पर है।
— BJP (@BJP4India) November 23, 2023
5 साल में छबड़ा, भीलवाड़ा, करौली, जोधपुर, चित्तौड़गढ़, नोहर, मेवात, मालपुरा, जयपुर में सुनियोजित दंगे हुए हैं।
वोटबैंक पॉलिटिक्स के कारण गहलोत सरकार ने दंगाइयों पर कोई ठोक कार्रवाई नहीं की।
- श्री @AmitShah… pic.twitter.com/uWVjS9MGPZ
અમિત શાહે કહ્યું કે, રાજસ્થાનના દરેક ખૂણે જનતાએ પરિવર્તનનો મૂડ બનાવી લીધો છે. દરેક ક્ષેત્રે નિષ્ફળ અને નાકામ કોંગ્રેસ સરકારને વિદાય આપવા માટે રાજસ્થાનના લોકોએ પોતાનું મન બનાવી લીધુ છે. મેં આખા રાજસ્થાનની મુલાકાત કરી છે અને વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે, રાજસ્થાનમાં આગામી સરકાર ભારતીય જનતા પાર્ટીની બની રહી છે. ભાજપની નરેન્દ્ર મોદી સરકારે રાજસ્થાનમાં કરોડો લાભાર્થીઓને કેન્દ્રની યોજનાઓનો સીધો લાભ પારદર્શી રીતે પહોંચાડ્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાજસ્થઆને હંમેશા મોદી સાથે ઊભા રહીને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યુ છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સાલાસરમાં રામ દરબાર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું, અલવરમાં શિવલિંગને ડ્રિલિંગ મશીનથી તોડી નાખ્યું, કાઠુમારમાં ગૌશાળા પર બુલડોઝર ચલાવવામાં આવ્યું, રાજસ્થાનમાં આવા તુષ્ટિકરણના ઘણા મામલા જોવા મળ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગેહલોત સરકારમાં તુષ્ટિકરણની રાજનીતિ ચરમ પર છે. છેલ્લા 5 વર્ષમાં છાબરા, ભીલવાડા, કરૌલી, જોધપુર, ચિત્તોડગઢ, નોહર, મેવાત, માલપુરા, જયપુરમાં આયોજનબદ્ધ રમખાણો થયા છે. વોટબેંકની રાજનીતિને કારણે ગેહલોત સરકારે તોફાનીઓ સામે કોઈ ઠોસ કાર્યવાહી નથી કરી.