રાજસ્થાનના સાંવરિયાજી શેઠને એક જ મહિનામાં 11.25 કરોડનું દાન, સિક્કાની ગણતરી કરતા થાકી ગયા લોકો

- અનેક ભક્તોએ મંદિરમાં ઓનલાઈન ચઢાવો પણ ચઢાવ્યો

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
રાજસ્થાનના સાંવરિયાજી શેઠને એક જ મહિનામાં 11.25 કરોડનું દાન, સિક્કાની ગણતરી કરતા થાકી ગયા લોકો 1 - image


રાજસ્થાન, તા. 14 ફેબ્રુઆરી 2024, બુધવાર

ભારતમાં અનેક મંદિરો છે. આ મંદિરોમાં શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા પ્રમાણે ચઢાવો ચઢાવે છે. ભારતના કેટલાક મંદિરો એવા છે જે આ ચઢાવાના કારણે જ પ્રસિદ્ધ છે. અહીં લોકોની એટલી આસ્થા છે કે, તેઓ દિલ ખોલીને દાન કરે છે. ભારતના જે મંદિરોમાં સૌથી વધુ ચઢાવો ચઢાવવામાં આવે છે તેમાં રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લાનું પ્રખ્યાત કૃષ્ણધામ સાંવરિયાજી સ્થિત સાંવરા શેઠનું નામ પણ સામેલ છે. ભક્તો અહીં પોતાની આસ્થા પ્રમાણે ચઢાવો ચઢાવે છે. આ મંદિરમાં દર મહિને ભંડારા ખોલીને ચઢાવાની ગણતરી કરવામાં આવે છે.

સાંવરિયાજી શેઠને 11.25 કરોડનું દાન

ગત અઠવાડિયાથી આ મંદિરની દાનપેટીની ગણતરી ચાલી રહી હતી. ચઢાવો એટલો વધારે હતો કે, તેની ગણતરી માટે ત્રણ તબક્કાની વહેંચણી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં મંદિરની દાનપેટીના રોકડની ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા તબક્કામાં ચેક અને મનીઓર્ડરની ગણતરી કરવામાં આવી હતી અને ત્રીજા તબક્કામાં મંદિરમાં ચઢાવવામાં આવેલા સોના-ચાંદીની ગણતરી કરવામાં આવી હતી. આમ ત્રણ તબક્કામાં મંદિરના ચઢાવાની ગણતરી કરવામાં આવી હતી. અંતમાં કુલ ચઢાવો 11.25 કરોડ નીકળ્યો હતો.

ત્રીજા તબક્કામાં રોકડની ગણતરી

મંદિરના દાનપેટીની ગણતરીના ત્રીજા તબક્કામાં લગભગ 66 લાખ 53 હજાર અને 676 રૂપિયા રોકડ નીકળ્યા હતા. તેમાં મોટાભાગે સિક્કાની ગણતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ભક્તોએ મંદિરમાં 318 ગ્રામ સોનું અને લગભગ 36 કિલો ચાંદી પણ ચઢાવી હતી. જો છેલ્લા બે તબક્કાની ગણતરીને જોડીએ તો ભક્તોએ કાન્હાજીને લગભગ રૂ. 8 કરોડ, 92 લાખ 26 હજાર અને 676 રૂપિયા ચઢાવ્યા હતા.

ઓનલાઈન પણ ચઢાવો આવ્યો હતો

આ ઉપરાંત અનેક ભક્તોએ મંદિરમાં ઓનલાઈન ચઢાવો પણ ચઢાવ્યો છે. ઓનલાઈન આવેલા પેમેન્ટ, મનીઓર્ડરથી લગભગ 2 કરોડ 34 લાખ 80 હજાર 325 રૂપિયા મંદિરને મળ્યા છે. બીજી તરફ અનેક લોકોએ દાનપેટીમાં સોનુ પણ નાખ્યુ હતું. તેમાંથી 181 ગ્રામ સોનુ મળ્યું. ભેટકક્ષમાંથી પણ 137 ગ્રામ 740 મિલીગ્રામ સોનુ મળ્યુ છે. એટલે કે, કુલ 318 ગ્રામ 740 મિલીગ્રામ સોનુ કાન્હાજીને ભેટ કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે, મંદિરની આસપાસના જેટલા પણ ખેડૂતો અથવા વેપારીઓ છે તેઓ તેમના નફાનો એક ભાગ ભગવાનને અર્પણ કરે છે. આ કારણોસર જ આ મંદિર ચઢાવાની બાબતમાં ભારતમાં ટોચ પર છે.


Google NewsGoogle News