Get The App

જો લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો અમે મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કરીશું : રાજ ઠાકરે

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
જો લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો અમે મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કરીશું : રાજ ઠાકરે 1 - image


Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એકવાર મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાની વાત કરી છે. પુણેમાં એક રેલી દરમિયાન તેમણે ત્યાં સુધી કહી દીધું કે, 'જો મસ્જિદો પરથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો અમે મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કરીશું.'

જનસભાને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં મસ્જિદો પરથી તમામ લાઉડસ્પીકર હટાવી દેવા જોઈએ. લોકો માટે મુશ્કેલી ઉભી કરનારા લાઉડસ્પીકરોને મંજૂરી ન આપવામાં આવે. જો તેઓ કોઈ મંદિરમાં છે અને 365 દિવસ સુધી વગાડી રહ્યા છે, તો તેને પણ હટાવી દે, પરંતુ લાઉડસ્પીકર નથી વગાડવામાં આવતા. લોકો માત્ર મંદિર જાય છે, ભગવાના પગે લાગે છે અને એક મીનિટમાં પરત આવી જાય છે.'

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ આપ્યો 'એક રહેંગે તો સેફ રહેંગે'નો નારો, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

તેમણે ભાષણ દરમિયાન કહ્યું કે, 'જ્યારે બાલાસાહેબ ઠાકરેના દીકરા મુખ્યમંત્રી હતા ત્યારે મેં લાઉડસ્પીકરનો વિરોધ કર્યો હતો. મારા 17 હજાર કાર્યકર્તાઓ વિરૂદ્ધ કેસ દાખલ કરાયા હતા. જો લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો અમે મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કરીશું.'

વધુમાં રાજ ઠાકરેએ કહ્યું કે, 'જ્યારે અજિત પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા તો 10 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 70 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કરનારા લોકોને અમે જેલમાં નાખીશું અને 10 દિવસ બાદ તેને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા. તમે નારાજ કેમ નથી થતાં.'

આ પણ વાંચો : RSSની 'સ્પેશિયલ 65'ની એન્ટ્રીથી બદલાશે મહારાષ્ટ્રની ચૂંટણીના સમીકરણ, મહાયુતિને કેટલો થશે ફાયદો?

આ અગાઉ હાલમાં રાજ ઠાકરેએ અમરાવતીમાં એક ચૂંટણી સભાને સંબોધતા મસ્જિદથી લાઉડસ્પીકર હટાવવાની વાત કહી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, 'હિન્દુ વહેંચાયેલા છે, તેઓ માત્ર રમખાણ સમયે જ સાથે આવે છે અને મુસ્લિમ એમવીએને મત આપવા માટે મસ્જિદોથી ફતવા બહાર પાડે છે.' ઠાકરે ત્યાં જ ન અટક્યા તેમણે એમ પણ કહ્યું કે, 'એકવાર સત્તા આપી દો બધુ ઠીક કરી દઈશ.'


Google NewsGoogle News